સુપ્રીમ કોર્ટે ઈચ્છા મૃત્યુને આપી મંજૂરી, કહ્યું - વ્યક્તિને સમ્માનપૂર્વક મરવાનો પણ હક્ક

By: abpasmita.in | Last Updated: Friday, 9 March 2018 4:33 PM
સુપ્રીમ કોર્ટે ઈચ્છા મૃત્યુને આપી મંજૂરી, કહ્યું - વ્યક્તિને સમ્માનપૂર્વક મરવાનો પણ હક્ક

નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો આપતા ઇચ્છા મૃત્યુના વિલને કાયદેસર ગણાવ્યું છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, જેમ લોકોને સમ્માનથી જીવવાનો હક્ક છે તેમ સમ્માનપૂર્વક મરવાનો પણ હક્ક છે. ગંભીર રોગથી પીડાતી વ્યક્તિ કે જેના સારા થવાની કોઈ આશા જ નથી તે નક્કી કરી શકશે કે ક્યારે પોતે અંતિમ શ્વાસ લેશે. કોર્ટે તેમના ચુકાદામાં જણાવ્યું છે કે, દર્દીને તબીબોની સલાહના આધારે ગંભીર બીમારી હોય અને જેનો ઈલાજ શક્ય ન હોય તેવા કિસ્સામાં ઈચ્છામૃત્યુ આપી શકાય છે. પરંતુ આ મંજૂરી આપતા પહેલાં મેડિકલ બોર્ડનું સૂચન લેવું ખૂબ જરૂરી છે.

ઈચ્છા મૃત્યુની પ્રક્રિયા કોર્ટની દેખરેખમાં થશે. કોઈ વ્યક્તિ ડિસ્ટ્રિક્ટ જજ તરફથી નિયુક્ત જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટની સામે લિવિંગ વિલ કરી શકે છે. તેને 2 સાક્ષીની હાજરીમાં તૈયાર કરવામાં આવશે. ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં લિવિંગ વિલનો રેર્કોડ રાખવામાં આવશે. જો લિવિંગ વિલ ન રાખનાર વ્યક્તિ સારવાર કરવાની સ્થિતિમાં ન પહોંચે તો તેમનો પરિવાર હાઈકોર્ટ જઈ શકે છે. હાઈકોર્ટ મેડિકલ બોર્ડની રિપોર્ટના આધાર પર નિર્ણય કરશે. NGO કોમન કોઝે 2005માં આ મામલે અપીલ દાખલ કરી હતી. જેના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે ગંભીર બીમારી સામે લડતા લોકોને લિવિંગ વિલ બનાવવાનો હક હોવો જોઈએ. કેમ કે આ માધ્યમ છે કે જેના દ્વારા વ્યક્તિ કહી શકે છે કે જો તેવી સ્થિતિમાં પહોંચી જાય જ્યાં જઈને તેના સારા થવાની શક્યતા ઓછી છે. ત્યારે આ ખૂબ મહત્વનું બની જાય છે.

કેન્દ્રે આ મામલે જવાબ આપતા કહ્યું કે જુદી જુદી કમિટી દ્વારા અનેક પરિસ્થિતિઓમાં ઇચ્છા મૃત્યુને યોગ્ય ગણાવ્યું છે પરંતુ સરકાર આ મામલે સમર્થન નથી કરતી. આ એક રીતે આત્મહત્યા સમાન છે. આ મામલે સુનાવણી કરતી પાંચ જસ્ટિસવાળી બંધારણીય બેંચમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ.કે. સિકરી, જસ્ટિસ એ.એમ. ખામવિલકર, જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ અશોક ભૂષણ સામેલ છે.

First Published: Friday, 9 March 2018 4:30 PM

ટોપ ફોટો

નિદાહાસ ટ્રોફીઃ આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે ફાઇનલ, બની શકે છે અનેક રેકોર્ડ
સુરતઃ 20 કરોડના હીરાની લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને મળી સફળતા, જાણો ક્યાંથી મળ્યા હીરા
બાંગ્લાદેશના બે ખેલાડીને ICCએ કેમ ફટકારી સજા, જાણો શું છે મામલો
View More »

Related Stories

નિદાહાસ ટ્રોફી: શ્રીલંકાને બે વિકેટે હરાવી બાંગ્લાદેશ પહોચ્યું ફાઈનલમાં, 18મીએ ભારત સાથે ટકરાશે
નિદાહાસ ટ્રોફી: શ્રીલંકાને બે વિકેટે હરાવી બાંગ્લાદેશ પહોચ્યું...

કોલંબો: બાંગ્લાદેશ અને શ્રીલંકાની વચ્ચે રમાયેલી નિદાહાસ ટ્રાઈ સીરીઝની