સુપ્રીમે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ, શું કેન્દ્રીય વિદ્યાલયમાં થતી પ્રાર્થના હિન્દુ ધર્મને પ્રૉત્સાહન આપે છે?

By: abpasmita.in | Last Updated: Wednesday, 10 January 2018 5:35 PM
સુપ્રીમે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ, શું કેન્દ્રીય વિદ્યાલયમાં થતી પ્રાર્થના હિન્દુ ધર્મને પ્રૉત્સાહન આપે છે?

નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય વિદ્યાલયમાં થતી પ્રાર્થના “અસતો મા સદગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મામૃતમ ગમય”ને લઈને કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો છે. દેશની તમામ 1125 કેન્દ્રીય વિદ્યાલયમાં થતી આ પ્રાર્થના પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો છે. કોર્ટેમાં કરવામાં આવેલી એક ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રાર્થના હિદું ધર્મની છે, તેમાં અનેક જગ્યાએ “ૐ” શબ્દનો ઉલ્લેખ આવે છે, આ પ્રાર્થના અન્ય ધર્મના બાળકોને ગવડાવવું ખોટું છે.

જબલપુરના રહેનાર વકીલ વિનાયક શાહની ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય વિદ્યાલય સરકારના પૈસાથી ચાલે છે. સંવિધાન મુજબ સરકારી પૈસાનો ઉપયોગ કોઈ ખાસ ધર્મને પ્રૉત્સાહિત કરવા નહીં કરી શકાય. તેમણે અનુચ્છેદ 28(1)નો હવાલો આપ્યો છે જેમાં લખ્યું છે કે સરકારી પૈસાથી ચાલતી શાળાઓમાં કોઈ ધર્મ પર આધારિત શિક્ષા નહીં આપી શકાય.

ફરિયાદ કર્તાએ હિંદીમાં થતી પ્રાર્થના, “દયા કર દાન વિદ્યા કા, હમે પરમાત્મા દેના” પર પણ વાંધો ઉઠાવ્યો છે. તેનું કહવું છે કે સ્કૂલમાં એવા પરિવારોના બાળકો પણ ભણએ છે જે નાસ્તિક છે, જે ઈશ્વરના અસ્તિત્વને નથી માનતા, તેને ભગવાનના નામ પર પ્રાર્થના કરાવવી ખોટું છે.

સુપ્રીમ કોર્ટે આ ફરિયાદ પર સુનાવણી માટે મંજૂર કરતા કેન્દ્ર સરકારને નોટીસ મોકલી છે. આ અંગે વધુ સુનાવણી ફેબ્રુઆરીમાં થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે “असतो मा सद गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मामृतम् गमय”નો અર્થ અસત્યમાંથી મને સત્ય તરફ લઈ જા, અંધકારમાંથી મને પ્રકાશમાં લઈ જા, મૃત્યુમાંથી મને અમરત્વમાં લઈ જા એવો અર્થ થાય છે.

First Published: Wednesday, 10 January 2018 5:35 PM

ટોપ ફોટો

IPL 2018માં પ્રિતી ઝિન્ટાનો આવો અંદાજ પહેલા ક્યારેય નહીં જોયો હોય, જુઓ તસવીરો
નોકરીની લાલચ આપી એસપી નેતાએ મારા પર ગુજાર્યો ગેંગરેપ, યુપીમાં વધુ એક પીડિતાનો નેતા પર આરોપ
સુરતઃ IT ઓફિસરની યુવાન પત્નીએ પુત્ર સાથે 12માં માળેથી લગાવી મોતની છલાંગ, જાણો વિગત
View More »

Related Stories

IPL-11: મુંબઇ સામે રાજસ્થાન રોયલ્સની ત્રણ વિકેટે રોમાંચક જીત
IPL-11: મુંબઇ સામે રાજસ્થાન રોયલ્સની ત્રણ વિકેટે રોમાંચક જીત

મુંબઇઃ રાજસ્થાન રોયલ્સે મુંબઇ ઇન્ડિયન્સને ત્રણ વિકેટે હાર આપી હતી. ટોસ