આજે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સાથે વાત કરી શકે છે ચીફ જસ્ટિસ, બાર એસોસિએશને બોલાવી બેઠક

By: mayurkp | Last Updated: Saturday, 13 January 2018 1:17 PM
આજે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સાથે વાત કરી શકે છે ચીફ જસ્ટિસ, બાર એસોસિએશને બોલાવી બેઠક

નવી દિલ્હીઃદેશના ઈતિહાસમાં પ્રથમ વખત સુપ્રીમ કોર્ટના 4 ન્યાયાધીશે અભૂતપૂર્વ પગલું ભર્યું હતું. ચીફ જસ્ટિસ પછી બીજા નંબરના સિનિયર જસ્ટિસ જે. ચેલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફે મીડિયા સમક્ષ આવીને શુક્રવારે વાત રજૂ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે સુપ્રીમ કોર્ટમાં બધું ઠીક ચાલી રહ્યું નથી. જો આમ જ ચાલતું રહેશે તો લોકતાંત્રિક પરિસ્થિતિ ઠીક નહીં રહે.

તેમણે કહ્યું કે અમે ચીફ જસ્ટિસ સાથે પણ વાત કરી પરંતુ અમારી વાતો સાંભળવામાં આવતી નથી.  આ આરોપોને લઈ ચીફ જસ્ટિસ દીપક મિશ્રા આજે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સાથે વાત કરી શકે છે. આ સંદર્ભમાં આજે બાર એસોસિએશને શનિવારે સાંજે 4 કલાકે બેઠક બોલાવી છે. એટોર્ની જનરલે આજે સાંજ સુધીમાં વિવાદ ઉકેલી જશે તેવી આશા વ્યક્ત કરી છે.

સુપ્રીમ કોર્ટના 4 જજિસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવ્યા બાદ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ પણ આ મુદ્દે તેમનો પક્ષ રાખ્યો. સૂત્રોના કહેવા મુજબ તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં બધા જજ બરાબર છે અને સ્વતંત્ર માનવામાં આવે છે. સુપ્રીમ કોર્ટમાં તમામ કેસોની યોગ્ય ફાળવણી થાય છે.

આજે સવારે પીએમઓના પ્રિન્સિપલ સેક્રેટરી નૃપેન્દ્ર મિશ્રા ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ મળવાની કોશિશ કરી હતી, પરંતુ તેમની મુલાકાત થઈ શકી નથી. જે બાદ તેઓ ચીફ જસ્ટિસના ઘરના ગેટ પર રાહ જોઈને પરત ફર્યા હતા.

જસ્ટિસ ચેલમેશ્વર અગાઉ પણ ઘણી વાર ન્યાયતંત્રમાં થનારા નિર્ણયો અને કાર્યો પર નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. આની શરૂઆત આશરે બે વર્ષ પહેલાં થઇ હતી. 2015માં સુપ્રીમકોર્ટના 5 જજીસની બેન્ચે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા એનજેએસી એક્ટ 2014ને નાબૂદ કરી દીધો હતો અને જજીસની નિયુક્તિ માટે કોલેજિયમ સિસ્ટમને બહાલ રાખી હતી. ચુકાદો 4-1ની બહુમતીથી થયો હતો. ચેલમેશ્વરે એનજેએસીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. દીપક મિશ્રાના ચીફ જસ્ટિસ બન્યા પછી ચેલમેશ્વરે કોલેજિયમનો બહિષ્કાર શરૂ કરી દીધો. મેડિકલ કૌભાંડના મામલામાં જસ્ટિસ ચેલમેશ્વરે સુનાવણી કરી હતી, જેને ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ ફેરવી નાખી હતી. બે મહિના પહેલાં તેમણે ઘણા મામલાઓ અંગે ચીફ જસ્ટિસને પત્ર લખ્યો હતો.

First Published: Saturday, 13 January 2018 10:22 AM

ટોપ ફોટો

ઈનોવાને ટક્કર આપવા મારુતિએ લોન્ચ કરી નવી અર્ટિગા, શાનદાર છે લૂક
PNB કૌભાંડઃ નીરવ મોદી સામે હોંગકોંગની કોર્ટમાં બેંકે દાખલ કરી અરજી, જાણો વિગત
વિરાટે શેર કરી અનુષ્કાની તસવીર, પ્રશંસામાં કઈંક લખ્યું આમ
View More »

Related Stories