SCએ કહ્યું- જસ્ટિસ લોહાની મોતનો મુદ્દો ગંભીર, મહારાષ્ટ્ર સરકાર પાસે માગ્યો જવાબ

By: abpasmita.in | Last Updated: Friday, 12 January 2018 4:30 PM
SCએ કહ્યું- જસ્ટિસ લોહાની મોતનો મુદ્દો ગંભીર, મહારાષ્ટ્ર સરકાર પાસે માગ્યો જવાબ

 

નવી દિલ્લી:  સુપ્રીમ કોર્ટે સોહરાબુદ્દીન શેખ અથડામણ મામલાથી સુનાવણી કરી રહેલા સીબીઆઈના વિશેષ ન્યાયાધીશ બીએચ લોયાની કથિત રીતે રહસ્યમયી હાલતમાં થયેલા મોતને ગંભીર મુદ્દો માન્યો છે. શુક્રવારે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ મામલે સ્વતંત્ર તપાસની માગ કરી રહેલી અરજીઓ પર મહારાષ્ટ્ર સરકાર પાસે જવાબ માગ્યો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલે એક પક્ષની સુનાવણીની જગ્યાએ દ્વવિપક્ષીય સુનાવણીની જરૂરત છે. ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રા અને ન્યાયમૂર્તિ એમ એમ શાંતાનાગોદરની કમિટીએ મહારાષ્ટ્ર સરકારના અધિવક્તા નિશાંત આર કટનેશ્વરકરને 15 જાન્યુઆરી સુધીમાં જવાબ માગ્યો છે.

કમિટીએ કટનેશ્વરકરને સરકાર પાસે નિર્દેશ લેવાની સાથે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને જસ્ટિસ લોયાના મોત સંબંધિત દસ્તાવેજોને દાખલ કરવા કહ્યું છે. કમિટીએ કહ્યું કે આ મામલે વધુ સુનાવણી 15 જાન્યુઆરીએ નક્કી થશે.

જણાવી દઈએ કે જસ્ટિસ લોયાની 1 ડિસેમ્બર 2014ના રોજ હાર્ટ એટેકથી નાગપુરમાં મૃત્યુ થયુ હતું, ત્યાર બાદ તેના મોતને લઈને શંકાસ્પદ સવાલ ઉઠી રહ્યા હતા. તેનું મૃત્યુ એક શંકાસ્પદ રીતે થયું છે.

 

First Published: Friday, 12 January 2018 4:30 PM

ટોપ ફોટો

ગુજરાતના રાજકારણમાંથી બેનની વિદાય, બન્યા MPના ગવર્નર, જાણો રાજકીય સફર
WhatsAppનું બિઝનેસ એપ થયું લોન્ચ, જાણો તેના ફિચર્સ
કડવાશ ભૂલી સાથે ડિનર કરતા જોવા મળ્યા કેજરીવાલ અને અરૂણ જેટલી, કોંગ્રેસનો કટાક્ષ
View More »

Related Stories

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવાયા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના...

અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના

મોરવા હડફના ધારાસભ્ય ભૂપેંદ્ર ખાંટનું આદિવાસી પ્રમાણપત્ર રદ્દ
મોરવા હડફના ધારાસભ્ય ભૂપેંદ્ર ખાંટનું આદિવાસી પ્રમાણપત્ર રદ્દ

અમદાવાદ: પંચમહાલના મોરવા હડફના ધારાસભ્ય ભુપેંદ્ર ખાંટનું આદિવાસીનું