કાશ્મીરઃ અનંતનાગમાં સૈન્યને મળી મોટી સફળતા, હિઝબુલના ત્રણ આતંકીઓ ઠાર

By: abpasmita.in | Last Updated: Monday, 12 March 2018 9:02 AM
કાશ્મીરઃ અનંતનાગમાં સૈન્યને મળી મોટી સફળતા, હિઝબુલના  ત્રણ આતંકીઓ ઠાર

કાશ્મીરઃજમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ભારતીય સૈન્યએ ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. અનંતનાગ જિલ્લાના હાકુરા વિસ્તારમાં સૈન્ય અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આર્મી-સીઆરપીએફ-એસઓજીના જોઇન્ટ ઓપરેશનમાં આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીર પોલીસના ડીજીપી વૈદ્યએ આ જાણકારી આપી હતી.

અનંતનાગના એસએસપીના કહેવા પ્રમાણે, સૈન્યનું આ ઓપરેશન ઇનપુટ મળ્યા બાદ શરૂ થયું હતું. માહિતી મળી હતી કે કેટલાક આતંકવાદીઓ એક ઘરમાં છૂપાયેલા છે. ત્યારબાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન આતંકવાદીઓએ સૈન્ય પર ફાયરિંગ કર્યું હતુ જેના જવાબમાં સૈન્યએ પણ ફાયરિંગ કર્યું હતું. એસએસપીના મતે આતંકવાદીઓ તહેરિક-એ-મુઝાહિદીન અથવા હિઝબુલ મુઝાહિદ્દીનના હોઇ શકે છે. ત્રણમાંથી બે આતંકીઓની ઓળખ થઇ છે જેમના નામ મોહમ્મદ ઇશા ફાઝલી અને સૈયદ ઔવસ સૈફી છે.

 

First Published: Monday, 12 March 2018 9:01 AM

ટોપ ફોટો

વિરાટ કોહલી જે મોંઘી બ્રાન્ડનું પાણી પીવે છે તે પણ નથી સુરક્ષિત: રિપોર્ટ
JIOનો આઈડિયા મુકેશ અંબાણીને કોણે આપ્યો હતો, નામ સાંભળીને તમે પણ ચોંકી જશો
ઈરફાન ખાનને થયેલી બીમારી 1 લાખમાંથી માત્ર 5 લોકોને થાય છે, જાણો આ બીમારી વિશે
View More »

Related Stories