હસીન જહાંએ કહ્યું કે, ફોન ખોવાઇ ગયા બાદ શમીનું વર્તન બદલાઇ ગયું હતું

By: abpasmita.in | Last Updated: Sunday, 11 March 2018 5:30 PM
હસીન જહાંએ કહ્યું કે, ફોન ખોવાઇ ગયા બાદ શમીનું વર્તન બદલાઇ ગયું હતું

કોલકત્તાઃ ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી અને તેમની પત્ની હસીન જહાં વચ્ચે વિવાદ દિવસે દિવસે વધી રહ્યો છે. હસીન આજે મીડિયા સામે આવી હતી અને અનેક ખુલાસાઓ કર્યા હતા. આજે શમીની પત્ની હસીન જહાંએ ફોન ખોવાઇ જવાને કારણે શમીનું વર્તન બદલાઇ ગયાની વાત કરી હતી. સાથે કહ્યું કે, જો શમી હવે ઇચ્છે કે તેનું ઘર બચે તો તે સહયોગ કરવા માટે તૈયાર છે.

પત્ની આરોપો પર એબીપી ન્યૂઝ પર મોહમ્મદ શમીની સ્પષ્ટતા બાદ આજે મીડિયા સામે આવેલી હસીન જહાંએ કહ્યું કે, મોહમ્મદ શમી પોતાનો ફોન ખોવાઇ જવાના ડરને કારણે મારી સાથે સારું વર્તન કરી રહ્યો છે. સાથે કહ્યું કે, જ્યારે મને બીએમડબલ્યૂ કારમાંથી શમીનો ફોન મળ્યો હતો તો મે વાતચીત કરી શમીને સમજાવ્યો હતો કે આ વિવાદનો અંત લાવે અને ફરી એકવાર સારી લાઇફ જીવી શકે છે પરંતુ તે માન્યો નહી ત્યારબાદ મારે મજબૂરીમાં આ તમામ પોસ્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવી પડી હતી.
વધુમાં હસીન જહાંએ કહ્યું કે, હું છેલ્લા ચાર વર્ષથી શમીને સમજાવવાનો પ્રયાસ કરી રહી છું પરંતુ તે માનવા તૈયાર નથી. જો આ ફોન મારા હાથમાં આવ્યો ના હોત તો અત્યાર સુધીમાં શમીએ મને ડિવોર્સની નોટિસ મોકલી દીધી હોત. પતિ શમી સાથે સમાધાન મુદ્દે હસીન જહાંએ કહ્યું કે, જો શમી પોતાનું ઘર બચાવવા માંગે છે તો તે સમાધાન માટે તૈયાર છે પરંતુ જો તે સમાધાન કરશે તો તે ખોટી સાબિત થશે. શમીના ઘરના લોકો સાથે મુલાકાત પર હસીને કહ્યું કે મારા વકીલે તેમની સાથે મુલાકાત કરી છે.

First Published: Sunday, 11 March 2018 3:28 PM

ટોપ ફોટો

નિદાહાસ ટ્રોફીઃ આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે ફાઇનલ, બની શકે છે અનેક રેકોર્ડ
સુરતઃ 20 કરોડના હીરાની લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને મળી સફળતા, જાણો ક્યાંથી મળ્યા હીરા
બાંગ્લાદેશના બે ખેલાડીને ICCએ કેમ ફટકારી સજા, જાણો શું છે મામલો
View More »

Related Stories

નિદાહાસ ટ્રોફી: શ્રીલંકાને બે વિકેટે હરાવી બાંગ્લાદેશ પહોચ્યું ફાઈનલમાં, 18મીએ ભારત સાથે ટકરાશે
નિદાહાસ ટ્રોફી: શ્રીલંકાને બે વિકેટે હરાવી બાંગ્લાદેશ પહોચ્યું...

કોલંબો: બાંગ્લાદેશ અને શ્રીલંકાની વચ્ચે રમાયેલી નિદાહાસ ટ્રાઈ સીરીઝની