સાઇ બાબાના એક ભક્તે બે ડાયમંડ નેકલેસનું કર્યું ગુપ્તદાન, કિંમત જાણીને આંખે રહી જશે પહોળી

By: Abpasmita.in | Last Updated: Monday, 25 April 2016 1:51 PM
સાઇ બાબાના એક ભક્તે બે ડાયમંડ નેકલેસનું કર્યું ગુપ્તદાન, કિંમત જાણીને આંખે રહી જશે પહોળી

મુંબઇ: શિરડીમાં આવેલા સાઇ બાબા મંદિરને દાન અને ભેટમાં લોકો સોના ચાંદીની વસ્તુઓ આપતા હોય છે. પરંતુ હાલમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેને વાંચીને તમને આશ્ચર્ય થશે. મંદિરના પ્રશાસને આપેલી માહિતી પ્રમાણે ‘સાંઇ બાબા મંદિરની દાનપેટીમાં બે ડાયમંડ નેકલેસ મળી આવ્યા છે’ આ બે ડાયમંડ નેકલેસની કિંમત લગભગ 92 લાખ રૂપિયા માનવમાં આવે છે. સાંઇ મંદિરની પેટીમાં ગુપ્ત રીતે સોના અને ચાંદીનું દાનતો ઘણું આવે છે પરંતુ ડાયમંડના નેકલેસી ભેટ પહેલી વખત આવી છે. મંદિરના પ્રસાશને જણાવ્યું કે સાઇ મંદિરમાં વિદેશથી પણ દાન આપવામાં આવે છે.

સાઇ મંદિરના સૂત્રોએ જણાવ્યું કે ગયા વર્ષે લગભગ 223 હીરા, મોતી અને રત્નનું દાન આપવામાં આવ્યું હતું જેની કિંમત લગભગ એક કરોડથી પણ વધારે હતી. તેમણે જણાવ્યું કે પરંતુ આ મહિનની 21મી તારીખે જ્યારે દાન પેટી ખોલવામાં આવી ત્યારે દાન પેટીમાંથી સોના અને ચાંદીની સાથે બે ડાયમંડ નેકલેસ પણ મળી આવ્યા હતા. આ પહેલી વખત બન્યું છે કે કોઇ વ્યક્તિએ આટલું મોટું ગુપ્તદાન આપ્યું હોય. આ બંને નેકલેસની કિંમત લગભગ 92 લાખથી વધારેની છે. આ સાથેજ દાનપેટીમાંથી કેટલીક વિદેશી નોટો પણ મળી આવી હતી. દાનમાં આપવામાં આવેલા નેકલેસમાં એક 6.67 કેરેટ અને બીજો 2.5 કેરેટનો છે.

First Published: Monday, 25 April 2016 1:51 PM

ટોપ ફોટો

ભારતમાં WhatsApp Business લૉન્ચ, જાણો શું છે નવું આ એપમાં
કોંગ્રેસે રાજ્યસભાના ઉમેદવાર કર્યા નક્કી? કયા બે નેતાઓને ઉતારી શકે છે મેદાનમાં, જાણો વિગત
ગુજરાત વિધાનસભામાં 182 ધારાસભ્યોએ લીધા શપથ
View More »

Related Stories