બિહારઃ લાલૂ એન્ડ ફેમિલીના મોલના નિર્માણ કાર્ય પર કેન્દ્ર સરકારની રોક

By: abpasmita.in | Last Updated: Friday, 19 May 2017 10:03 PM
બિહારઃ લાલૂ એન્ડ ફેમિલીના મોલના નિર્માણ કાર્ય પર કેન્દ્ર સરકારની રોક

નવી દિલ્હીઃ બિહારના પટણામાં રાષ્ટ્રીય જનતા દળના વડા લાલૂ પ્રસાદ યાદવ અને તેમના પરિવારના 750 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા  બિહારના સૌથી મોટા મોલના નિર્માણ પર કેન્દ્ર સરકારે રોક લગાવી દીધી છે. પર્યાવરણના નિયમોના ઉલ્લંઘનના આરોપમાં કેન્દ્ર સરકારે નિર્માણાધીન મોલના કામ પર તત્કાળ રોક લગાવવાનો આદેશ આપ્યો છે.

બીજેપીના વરિષ્ઠ નેતા સુશીલકુમાર મોદીએ એપ્રિલ મહિનામાં ખુલાસો કરતા આરોપ લગાવ્યો હતો કે પટણાના સગુના મોડ વિસ્તારમાં જે બિહારનો સૌથી મોટો મોલ બની રહ્યો છે તે લાલૂ અને તેમના પરિવારની બેનામી સંપત્તિ છે. 15મેના રોજ જાહેર કરાયેલા પત્રમાં બિહાર સરકારને આદેશ અપાયો હતો કે તેઓ આ મોલના નિર્માણના કામ પર રોક લગાવે.

સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, છેલ્લા વર્ષે આ મોલનું નિર્માણ સ્ટેટ ઇન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ ઓથોરિટીની મંજૂરી વિના શરૂ કરી દેવામાં આવ્યું છે. હવે જ્યારે આખો મુદ્દો મીડિયામાં આવ્યો છે ત્યારે લાલૂના નાના દીકરા અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પર્યાવરણની મંજૂરી માટે 20 એપ્રિલના રોજ પર્યાવરણની મંજૂરી માટે અરજી કરી હતી.

First Published: Friday, 19 May 2017 10:03 PM

ટોપ ફોટો

સુરતઃ બબ્બે પ્રેમી સાથે રંગરેલિયાં મનાવતી યુવતીની કામલીલાનો ભાંડો ફૂટતા પહેલા પ્રેમીને ગાર્ડનમાં બોલાવ્યો, પછી શું થયું ?
નીતા અને મુકેશ અંબાણીએ આપી મુંબઈ ઈંડિયંસની જીતની પાર્ટી, બિગ બી-સચિન પણ રહ્યા હાજર
પેટીએમ (Paytm)ની પેમેન્ટ બેંક આજે લોન્ચ, ડિપોઝિટ પર 4 ટકા મળશે વ્યાજ
View More »

Related Stories

સુરત: પેટ્રોલ પંપ પર બાઇકમાં લાગી આગ, એકનું મોત
સુરત: પેટ્રોલ પંપ પર બાઇકમાં લાગી આગ, એકનું મોત

સુરત: ચોક ચાર રસ્તા પાસેના આર.પી.મહેતા પેટ્રોલ પંપ ખાતે  પેટ્રોલ ભરાવતા

Recommended