ઉન્નાવ ગેંગરેપ કેસમાં આરોપી ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગરની CBIએ કરી ધરપકડ

By: abpasmita.in | Last Updated: Saturday, 14 April 2018 7:46 AM
ઉન્નાવ ગેંગરેપ કેસમાં આરોપી ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગરની CBIએ કરી ધરપકડ

લખનઉઃ ઉન્નાવ ગેંગરેપ કેસમાં આરોપી  ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને CBIએ આખરે ધરપકડ કરી  છે. આ પહેલા શુક્રવારે સવારે સેંગરને તેમના નિવાસસ્થાને સીબીઆઈએ અટકાયત કરી હતી. ઈલાહાબાગ હાઈકોર્ટે આ મામલે સુનવણી દરમિયાન સખત ટિપ્પણી કરતા કહ્યું કે ઉન્નાવ ગેંગરેપના કેસમાં ધારાસભ્યની અટકાયત નહીં પરંતુ ધરપકડ કરવામાં આવે. આ કેસમાં કોર્ટે 2 મે સુધીમાં રિપોર્ટ રજૂ કરવા માટે કહ્યું છે.

ઉન્નાવની બાંગરમઉ બેઠકના ધારાસભ્ય સેંગરેની આ પહેલા પણ સીબીઆઈ લખનઉમાં 15 કલાક પુછપરછ કરી હતી. યુપી સરકારની ભલામણ બાદ કેન્દ્ર સરકારે ગુરૂવારે આ કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી. સીબીઆઈએ આ ઘટનામાં ત્રણ અલગ અલગ એફઆઈઆર દાખલ કરી છે.

સીબીઆઈ દ્વારા બીજેપીના ધારાસભ્ય પર લગાલે રેપના આરોપ, પીડિતાના પિતાની હત્યા અને યુવતીના પિત પર દાખલ કરેલા આર્મ્સ એક્ટ મુદ્દે તપાસ કરી રહી છે. સીબીઆઈએ ધારાસભ્ય સેંગર સામે લખનઉ સ્થિત ઝોનલ ઓફિસમાં કલાકો સુધી સવાલ જવાબ કર્યા હતા.

આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આંબેડકર મેમોરિયલનું ઉદ્ધાટન કરતા ઉન્નાવ અને કઠુઆ ગેંગરેપ પર પહેલી વખત પ્રતિક્રિયા આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે આ બંને કેસમાં દિકરીઓને ન્યાય મળશે. તેમણે કહ્યું કે ગુનેગારોને કડક સજા મળશે.

First Published: Saturday, 14 April 2018 7:46 AM

ટોપ ફોટો

વિરાટ કોહલીએ કેમ ગેલનો સાથ છોડીને પોતાની ટીમમાં નહોતો લીધો? સેહવાગે ખોલ્યું રહસ્ય
ફી રેગ્યુલેટરી કમિટીએ કઈ સ્કૂલની 1.29 લાખ ફી કરી મંજૂર, જાણો વિગત
IPL: ક્રિકેટ છોડી દેનારો ગૌતમ ત્રણ વર્ષ પછી પાછો ફર્યો ને રાજસ્થાન રોયલ્સનો હીરો બની ગયો, જાણો વિગત
View More »

Related Stories

IPL-11: મુંબઇ સામે રાજસ્થાન રોયલ્સની ત્રણ વિકેટે રોમાંચક જીત
IPL-11: મુંબઇ સામે રાજસ્થાન રોયલ્સની ત્રણ વિકેટે રોમાંચક જીત

મુંબઇઃ રાજસ્થાન રોયલ્સે મુંબઇ ઇન્ડિયન્સને ત્રણ વિકેટે હાર આપી હતી. ટોસ