ઉન્નાવ રેપ કેસ: HCમાં યોગી સરકારે કહ્યું- પુરાવા નથી તેથી ધરપકડ નહીં થાય, કાલે કોર્ટ આપશે ચુકાદો

By: abpasmita.in | Last Updated: Thursday, 12 April 2018 5:48 PM
ઉન્નાવ રેપ કેસ: HCમાં યોગી સરકારે કહ્યું- પુરાવા નથી તેથી ધરપકડ નહીં થાય, કાલે કોર્ટ આપશે ચુકાદો

 

અલ્લાહબાદ: ઉન્નાવા ગેંગરેપ અને તેના બાદ પીડિતાના પિતાની હત્યા મામલે આજે યોગી સરકારે આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગર સામે કેસ નોંધાવ્યો છે. પરંતુ તેની ના તો ધરપકડ થઈ અને ના તો કોઈ પૂછપરછ. આ મામલે અલાહબાદ હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે સરકારને પૂછ્યું કે તમે ધારાસભ્યની ધરપકડ કરવા માંગો છો કે નહીં. હોઈકોર્ટમાં સુનાવણી દરમિયાન યૂપી સરકારે પોતાના જવાબમાં કહ્યું કે હજુ તેમની પાસે ધારાસભ્ય વિરુદ્ધ પૂરતા પુરાવા નથી. તેથી ધરપકડ નહીં કરી શકાય.

મહાધિવક્તાએ કહ્યું કે કાયદાકીય પ્રક્રિયા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે. કોર્ટે સરકારના આ નિર્ણય પર નરાજગી વ્યક્ત કરી છે. તેના બાદ હોઈકોર્ટે સરકારને પૂછ્યું કે શું અન્ય મામલામાં પણ પોલીસ પુરાવની રાહ જોઈ છે? જો કે આ મામલે સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે અને કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો છે. આ મામલે આવતીકાલે કોર્ટ ચુકાદો આપશે.

ગુરુવારે હાઈકોર્ટે કહ્યું કે 4 જૂન 2017ના રોજ ધારસભ્ય પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. એસઆઈટીની રિપોર્ટ પર 11 એપ્રિલ 2018ના રોજ એફઆઈઆર નોંધવામાં આવી. કોર્ટે કહ્યું કે ધારાસભ્ય વિરુદ્ધ જે પણ આરોપ લાગ્યા છે તે તમામ આરોપો ગંભીર છે.

જણાવી દઈએ કે યૂપીના ડીજીપીએ કહ્યું હતું કે કેસ સીબીઆઈને ટ્રાંસફર કરવામાં આવ્યો છે. તેથી ધરપકડ કરવાનો નિર્ણય સીબીઆઈ લેશે.

First Published: Thursday, 12 April 2018 5:48 PM

ટોપ ફોટો

બોલીવુડની આ અભિનેત્રીએ પોતાના મેકએપ આર્ટિસ્ટને ગિફ્ટ કરી કાર, જાણો કારની કિંમત
મેચ બાદ પ્રિટી ઝિંટા દોડીને કોને ભેટી પડી ને કયા ખેલાડી સાથે કર્યું ‘બલ્લે બલ્લે’, જાણો વિગત
મેરેજ પહેલાં જોવા મળ્યો સોનમ કપૂરનો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
View More »

Related Stories