BJP ધારાસભ્યનું વિવાદીત નિવેદન, કહ્યું- ‘2019ની લોકસભા ચૂંટણી ઇસ્લામ વિરુદ્ધ ભગવાનની રહેશે'

By: abpasmita.in | Last Updated: Friday, 13 April 2018 10:57 AM
BJP ધારાસભ્યનું વિવાદીત નિવેદન, કહ્યું- ‘2019ની લોકસભા ચૂંટણી ઇસ્લામ વિરુદ્ધ ભગવાનની રહેશે'

લખનઉઃ ઉત્તરપ્રદેશમાં બલિયાની બૈરિયા વિધાનસભા સીટ પરથી ભાજપના ધારાસભ્ય સુરેન્દ્રસિંહે એક વિવાદીત નિવેદન આપ્યું છે. ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે દાવો કર્યો હતો કે વર્ષ 2019ની લોકસભા ચૂંટણી ઇસ્લામ વિરુદ્ધ ભગવાન પર લડવામાં આવશે. નોંધનીય છે કે આ અગાઉ તેમણે ઉન્નાવ રેપ કેસ પર કહ્યું હતું કે ત્રણ બાળકોની માતા પર કોઇ બળાત્કાર કરી શકે? તેમના આ નિવેદનની સોશિયલ મીડિયા પર ખૂબ ટીકા કરવામાં આવી હતી.

ધારાસભ્ય સુરેન્દ્રસિંહ બલિયાના શહીદ પાર્ક પર ઉપવાસ પર બેઠા હતા. આ સભામાં તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે,  2019ની ચૂંટણી મોદીના ચરિત્ર વિરુદ્ધ બેઇમાનો વચ્ચે થશે. ઇસ્લામ વિરુદ્ધ ભગવાન, ઇટાલી વિરુદ્ધ ભારત વચ્ચે થશે.તેમણે દાવો કર્યો હતો કે આ વખતે બીજેપી  જ જીતશે. ભારતની શેરીઓમાં ઢોલ નગારા વાગશે. જો વિપક્ષની સરકાર બનશે તો પાકિસ્તાનમાં ઉજવણી થશે. જેનો અર્થ એ થયો કે જો બીજેપી હારશે તો ઇસ્લામ સમર્થક લોકો ખુશ થશે.

ઉન્નાવ ગેંગરેપ કેસમાં આરોપી બીજેપી ધારાસભ્ય કુલદીપ સેંગરના બચાવમાં સુરેન્દ્રસિંહે કહ્યું કે, બીજેપી ધારાસભ્યને ફસાવવામાં સમાજવાદી અને બસપાનો હાથ છે. બીજેપી  ધારાસભ્ય કુલદીપ સેંગર વિપક્ષના કાવતરાનો શિકાર થયા છે. તેમણે કહ્યું કે, ત્રણ બાળકોની મા પર કોઇ બળાત્કાર કરી શકે નહીં. આ સેંગર વિરુદ્ધ કાવતરુ છે. જોકે, બાદમાં પોતાના નિવેદને ફેરવી તોળતા તેમણે કહ્યું કે, મને પીડિતાની ઉંમરની ખોટી જાણકારી આપવામાં આવી હતી.

 

First Published: Friday, 13 April 2018 10:57 AM

ટોપ ફોટો

મોદીના બ્રિટન પ્રવાસ પર હાર્દિકે લીધી મોજ, કહ્યું-મોદીજી માલ્યા, નીરવ મોદીને લઈને આવશે
બોલીવુડની આ અભિનેત્રીએ પોતાના મેકએપ આર્ટિસ્ટને ગિફ્ટ કરી કાર, જાણો કારની કિંમત
મેચ બાદ પ્રિટી ઝિંટા દોડીને કોને ભેટી પડી ને કયા ખેલાડી સાથે કર્યું ‘બલ્લે બલ્લે’, જાણો વિગત
View More »

Related Stories

નરોડા પાટિયા નરસંહારઃ બાબુ બજરંગીને 21 વર્ષની સજા તો માયા કોડનાની નિર્દોષ જાહેર
નરોડા પાટિયા નરસંહારઃ બાબુ બજરંગીને 21 વર્ષની સજા તો માયા કોડનાની...

અમદાવાદઃ 2002ના નરોડા પાટિયા નરસંહાર કેસમાં આજનો દિવસ નિર્ણયનો બની રહેશે. આ

   જય શાહની સંપત્તિ પર જાહેરમાં ચર્ચાની માંગણી કરતી અરજી અરજદારે ગુજરાત હાઇકોર્ટમાંથી પાછી ખેંચી
જય શાહની સંપત્તિ પર જાહેરમાં ચર્ચાની માંગણી કરતી અરજી અરજદારે...

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના  દીકરા જય શાહની સંપત્તિ વિશે

આમરણાંત ઉપવાસ પર ઉતરેલા તોગડિયાએ ત્રીજા જ  દિવસે કરી લીધા પારણા, જાણો વિગત
આમરણાંત ઉપવાસ પર ઉતરેલા તોગડિયાએ ત્રીજા જ દિવસે કરી લીધા પારણા,...

અમદાવાદઃ વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ નેતા ડો. પ્રવીણ તોગડીયાએ