ઉત્તરપ્રદેશમાં યોગી સરકારની અનોખી પહેલ, 'કચરો ફેંકો, પૈસા કમાઓ'

By: abpasmita.in | Last Updated: Thursday, 8 February 2018 5:29 PM
ઉત્તરપ્રદેશમાં યોગી સરકારની અનોખી પહેલ, 'કચરો ફેંકો, પૈસા કમાઓ'

લખનઉઃ ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉને સ્વચ્છ રાખવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગારબેઝ વેડિંગ મશીનની શરૂઆત કરી હતી. મુખ્યમંત્રી યોગીએ આ ગારબેઝ વેડિંગ મશીનનું ઉદ્ધાટન કર્યું હતું. આ મશીનને કારણે હવે તમને ખાલી બોટલો અથવા બીજી બેકાર ચીજવસ્તુઓને જ્યાં ત્યાં ફેકવાની જરૂર નહી રહે. ગારબેઝ એટીએમ એટલે કે રિવર્સ વેડિંગ મશીનમાં તમે બેકાર સામાનને ફેંકી શકો છે અને તેના બદલામાં તમને રૂપિયા મળશે.

નગર વિકાસ મંત્રી સુરેશ ખન્નાએ બે ગારબેઝ એટીએમનું લોકાર્પણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, સ્વચ્છ ભારત મિશનની કડીમાં રાજ્યને સ્વચ્છ રાખવાના ઉદ્દેશ્યથી નાખવામાં આવેલા આ ગારબેઝ એટીએમ મશીન ક્રાંતિકારી પગલું છે. હવે શહેરના લોકો કચરો નાખીને રૂપિયા કમાઇ શકે છે. ગારબેઝ એટીએમ મશીનને આખા ઉત્તર પ્રદેશમાં સ્થાપિત કરવામાં આવશે.

મશીનની વાત કરવામા આવે તો એક પ્લાસ્ટિકની બોટલો નાખવા પર એક રૂપિયો મળશે.જ્યારે કાચની બોટલ નાખતા બે રૂપિયા મળશે. મશીનમાં ઇ-વોલેટની પણ સુવિધા આપવામાં આવી છે. મશીનમાં આધાર કાર્ડ રીડર છે. જે કચરો નાખનારની ઓળખ કરશે.  મશીનથી પાણી, વિજળી, મોબાઇલનું બિલ ભરી શકાય છે. મશીનમાં 200 મીટર રેન્જ સુધી વાઇફાઇની સુવિધા આપવામાં આવી છે. મશીનની કેબ પણ બુક કરાવી શકાશે.

મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, આ પહેલ સ્વચ્છ ભારત મિશનના અભિયાનમાં એક કડી છે. તેમણે આ અવસર પર કહ્યું કે, જો આ પ્રયોગ સફળ રહેશે તો અમે આખા રાજ્યમાં તેનો પ્રસાર કરીશું.

 

First Published: Thursday, 8 February 2018 5:29 PM

ટોપ ફોટો

અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને કર્યું કારનામું, સૌછી ઓછી વયે ICC રેન્કિંગમાં પહોંચ્યો ટોપ પર
હોન્ડાએ આ બાઇકનું માત્ર 5000 રૂપિયામાં શરૂ કર્યું પ્રી બુકિંગ, 140 kg છે વજન, જાણો ફીચર્સ
ચાર બંગડીવાળી કાર કંપની લોન્ચ કરશે પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર, જાણો ફીચર્સ
View More »

Related Stories

INDvsSA: પ્રથમ ટી-20માં ભારતની 28 રને જીત,  ભુવનેશ્વર કુમારની 5 વિકેટ
INDvsSA: પ્રથમ ટી-20માં ભારતની 28 રને જીત, ભુવનેશ્વર કુમારની 5 વિકેટ

જોહનિસબર્ગઃટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે જ્હોનિસબર્ગના વાંડરર્સ