UPમાં દલિતોના મંદિરમાં પ્રવેશ પર કોઇ પ્રતિબંધ નથી, જો રોકવામાં આવશે તો હું જાતે કરાવીશ પ્રવેશઃ યોગી

By: abpasmita.in | Last Updated: Friday, 19 May 2017 9:21 PM
UPમાં દલિતોના મંદિરમાં પ્રવેશ પર કોઇ પ્રતિબંધ નથી, જો રોકવામાં આવશે તો હું જાતે કરાવીશ પ્રવેશઃ યોગી

લખનઉઃ મથુરા કાંડ અને સહારનપુર હિંસાને લઇને ઉત્તરપ્રદેશમાં કાયદો વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના વિધાનસભામાં તેનો જવાબ આપ્યો હતો. યોગીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં દલિતોને મંદિરમાં પ્રવેશ કરતા રોકવા જોઇએ નહીં. જો દલિતોને મંદિરમાં પ્રવેશ કરતા રોકવામાં આવશે તો હું જાતે તેઓને મંદિરમાં પ્રવેશ અપાવીશ.

તેમણે કહ્યું કે, સમાજવાદી લોકો ગૌહત્યાનો વિરોધ કરે, મંદિરની વાત કરે, રાષ્ટ્રવાદની વાત કરે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તમારી સાથે રહેશે. આ સાથે યોગીએ ટ્રિપલ તલાક પર પોતાનો મત રજૂ કર્યો હતો. યોગીએ સમાજવાદીઓને કહ્યું કે, તેઓ ટ્રિપલ તલાકનો વિરોધ કરે. મુખ્યમંત્રી યોગીએ કહ્યુ કે, જે ખોટું છે તે ખોટું છે. સમાજવાદી લોકો નક્કી કરે કે શું મુસ્લિમ મહિલાઓને ન્યાય મળવો જોઇએ નહીં. વિધાનસભામાં વંદે માતરમ સાંભળવા મળતા આનંદ થયો. જો આરએસએસ ના હોત તો લોકો વંદે માતરમ ભૂલી ગયા હોત.

 

First Published: Friday, 19 May 2017 9:21 PM

ટોપ ફોટો

સુરતઃ બબ્બે પ્રેમી સાથે રંગરેલિયાં મનાવતી યુવતીની કામલીલાનો ભાંડો ફૂટતા પહેલા પ્રેમીને ગાર્ડનમાં બોલાવ્યો, પછી શું થયું ?
નીતા અને મુકેશ અંબાણીએ આપી મુંબઈ ઈંડિયંસની જીતની પાર્ટી, બિગ બી-સચિન પણ રહ્યા હાજર
પેટીએમ (Paytm)ની પેમેન્ટ બેંક આજે લોન્ચ, ડિપોઝિટ પર 4 ટકા મળશે વ્યાજ
View More »

Related Stories

સુરત: પેટ્રોલ પંપ પર બાઇકમાં લાગી આગ, એકનું મોત
સુરત: પેટ્રોલ પંપ પર બાઇકમાં લાગી આગ, એકનું મોત

સુરત: ચોક ચાર રસ્તા પાસેના આર.પી.મહેતા પેટ્રોલ પંપ ખાતે  પેટ્રોલ ભરાવતા

Recommended