'મોદી કેર' યોજનાનો મમતાએ કર્યો વિરોધ, પશ્વિમ બંગાળમાં નહી થાય લાગુ

By: abpasmita.in | Last Updated: Wednesday, 14 February 2018 5:16 PM
'મોદી કેર' યોજનાનો મમતાએ કર્યો વિરોધ, પશ્વિમ બંગાળમાં નહી થાય લાગુ

નવી દિલ્હીઃ કેદ્રિય બજેટમાં જાહેર કરવામાં આવેલી નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમને પશ્વિમ બંગાળ લાગુ કરશે નહીં. પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, અમે મહેનતથી કમાયેલા રૂપિયાને આ યોજનામાં બરબાદ કરશું નહીં. ઉલ્લેખનીય છે કે આ યોજા અંતર્ગત રાજ્ય સરકારોએ 40 ટકા રકમ ચૂકવવાની હોય છે.

મમતા બેનર્જીએ કહ્યું કે, બંગાળ સરકાર સ્વસ્થ સાથી પ્રોગ્રામ હેઠળ અગાઉથી જ 50 લાખ લોકોને હેલ્થ ઇન્શોરન્સ આપી રહી છે. મમતાની આ જાહેરાત બાદ આ મહાત્વાકાંક્ષી યોજના લાગુ કરનાર પશ્વિમ બંગાળ પ્રથમ રાજ્ય બની ગયું છે. મમતાએ કહ્યું કે, જો રાજ્ય પાસે સંશાધનો હોત તો રાજ્ય પોતાની જ કોઇ યોજના શરૂ કરશે.

નોંધનીય છે કે કેન્દ્રિય મંત્રી અરુણ જેટલીએ પોતાના બજેટ ભાષણમા નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમની જાહેરાત કરી હતી. સરકારનો દાવો છે કે દુનિયાની સૌથી મોટી હેલ્થ યોજનામાં અનેક લોકોને હેલ્થ ઇન્શોરન્સ આપવામાં આવશે જેટલી અમેરિકા, બ્રિટન, જર્મની અને  ફ્રાંસ સાથે મળીને આપે છે.

First Published: Wednesday, 14 February 2018 5:16 PM

ટોપ ફોટો

IND vs SA: આફ્રિકા પ્રવાસમાં તમામ મેચ રમનાર ક્રિકેટર બન્યો આ ગુજરાતી
કેપટાઉન T 20: ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 173 રનનો આપ્યો લક્ષ્યાંક, શિખર ધવનના 47 રન
ભારતીય મહિલા ટીમે રચ્યો ઈતિહાસ, T-20 સીરીઝ જીતી સાઉથ આફ્રિકામાં મચાવી ડબલ ધમાલ
View More »

Related Stories

આજે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે અંતિમ ટી-20 મેચ
આજે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે અંતિમ ટી-20 મેચ

નવી દિલ્હીઃ આજે ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચોની ટી-20