નવી દિલ્હીઃ 22 વર્ષની યુવતી પર ચાલતી કારમાં ગેેંગરેપ, ત્રણેય આરોપીઓ ફરાર

By: abpasmita.in | Last Updated: Monday, 15 May 2017 11:53 AM
નવી દિલ્હીઃ 22 વર્ષની યુવતી પર ચાલતી કારમાં ગેેંગરેપ, ત્રણેય આરોપીઓ ફરાર

નવી દિલ્હીઃ નવી દિલ્હીના ગુરુગ્રામમાં એક યુવતી પર ચાલુ કારમાં ગેંગરેપની ઘટના સામે આવી છે. એક રિપોર્ટ પ્રમાણે, અજાણ્યા ત્રણ યુવકોએ નોર્થ-ઇસ્ટની એક યુવતીનું અપહરણ કરીને ચાલતી કારમાં તેના પર રેપ ગુજાર્યો હતો અને બાદમાં તેને  કારમાંથી ફેંકી દેવામાં આવી હતી.

ગુરુગ્રામના સેક્ટર-17માં 13મેની રાત્રે 22 વર્ષની નોર્થ-ઇસ્ટની એક યુવતી પર ગેંગરેપ થયો  હતો. યુવતી ગુરુગ્રામના સેક્ટર-17માં રહે છે. યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે તે પોતાના મિત્ર સાથે 13 મે,ના રોજ કર્નોટ પ્લેસમાં ગઇ હતી. ત્યારે મોડી રાત્રે બે વાગ્યે ઘરે પાછા ફરતા સમયે ઘરની પાસે પહોંચી ત્યારે મારૂતી સ્વિફ્ટ કારમાં આવેલા ત્રણ યુવકોએ બળજબરીપૂર્વક મને કારમાં બેસાડી દીધી હતી અને ચાલતી કારમાં મારા પર ગેંગરેપ કર્યો હતો. ગેંગરેપ બાદ આરોપીઓએ યુવતીને દિલ્હીના નજફગઢ વિસ્તારમાં ફેંકીને ફરાર થઇ ગયા હતા. ગુરુગ્રામ પોલીસે આ મામલે એક યુવકની ધરપકડ કરી છે જેનુ નામ દીપક હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

 

First Published: Monday, 15 May 2017 11:53 AM

ટોપ ફોટો

SBIના ગ્રાહક ઝડપથી પૂરું કરી લે આ કામ, નહીં તમારું એકાઉન્ટ થશે બંધ!
સ્વામિનારાયણ મંદિરના સંતની હત્યાનું રહસ્ય ઉકેલાયું, જાણો કોણે કરી હત્યા
કોંગ્રેસે બીજી યાદી કરી જાહેર, છેલ્લી ઘડીએ આ ચાર સીટ પર ઉમેદવારો બદલ્યા
View More »

Related Stories