UP: દગો કરતા સ્કોર્પિયો લઇ પહોંચી યુવતી, ગન પોઇન્ટ પર મંડપમાંથી યુવકને ઉઠાવી ફરાર

By: abpasmita.in | Last Updated: Wednesday, 17 May 2017 3:03 PM
UP: દગો કરતા સ્કોર્પિયો લઇ પહોંચી યુવતી, ગન પોઇન્ટ પર મંડપમાંથી યુવકને ઉઠાવી ફરાર

લખનઉઃ ફિલ્મોમાં તમે એવા સીન અનેકવાર જોયા છે જેમાં લગ્નમંડપ સજાવવામાં આવ્યો છે અને ગન પોઇન્ટ પર નવવધૂનું અપહરણ કરી લેવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં ઉત્તરપ્રદેશના હમીરપુરમાં તેનાથી વિપરીત એક ઘટના સામે આવી છે. અહીં એક યુવતી પોતાના સાથીઓ સાથે મળીને લગ્ન કરી રહેલા પોતાના પ્રેમીને લગ્નમંડપમાંથી ગનપોઇન્ટ પર કારમાં લઇ ફરાર થઇ ગઇ હતી.

એક રિપોર્ટ પ્રમાણે, હમીરપુરના ભવાની ગામમાં એક વરરાજા નવવધૂની રાહ જોઇ બેઠો હતો એટલામાં એક ગાડી આવી હતી. ગાડીમાંથી એક યુવતી સહિત કેટલાક યુવકો ઉતર્યા હતા. લગ્નમાં હાજર લોકો કાંઇ સમજે તે અગાઉ જ યુવતી ગનપોઇન્ટ પર વરરાજાનું અપહરણ કરી ભાગી ગઇ હતી. કહેવામાં આવી રહ્યુ છે કે યુવતી પ્રેમીના લગ્ન અને તેના દ્ધારા આપવામાં આવેલા દગાથી નારાજ હતી જેને કારણે તેણે તેના મિત્રો સાથે મળીને વરરાજાનું અપહરણ કર્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, બાંદા નિવાસી અશોક યાદવ એક પ્રાઇવેટ ક્લિનિકમાં નોકરી કરે છે. આ દરમિયાન તેના ક્લિનિકમાં કામ કરતી એક મહિલા સાથે તેને પ્રેમ થયો હતો. ત્યારબાદ બંન્ને લગ્ન કરવાનું નક્કી કર્યું. પરંતુ થોડા મહિના બાદ અશોકના પરિવારજનોએ તેના લગ્ન બીજે નક્કી કરી લીધા. જેનાથી નારાજ તેની પ્રેમિકાએ લગ્નમંડપમાંથી અશોકનું અપહરણ કર્યું હતું.

મહિલા સાથે બે-ત્રણ બંધૂકધારી હતા. તે સીધા મંડપમાં પહોંચ્યા અને તમંચો બતાવીને અશોકને એસયુવી કારમાં  બેસાડીને ભાગી ગયા હતા. તેમને રોકવા પર મહેમાનોને ધમકાવ્યા હતા. જે યુવતીના લગ્ન થવાના હતા તેના પિતા રામસજીવન યાદવે કહ્યું કે, મહેનત મજૂરી કરી મારી દીકરા લગ્નની તૈયારીઓ કરી હતી પરંતુ તેના પર પાણી ફરી વળ્યું. બીજી તરફ યુવતીએ ન્યાયની માંગણી કરી હતી.

વરરાજાના પિતા રામ હેત યાદવે આ ઘટના પર અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે, તેમના દીકરાને અન્ય યુવતી સાથે સંબંધ હોવાની તેમને  કોઇ જાણકારી નહોતી. પોલીસ  અશોકને શોધવામાં લાગી છે.

 

First Published: Wednesday, 17 May 2017 3:03 PM

ટોપ ફોટો

કોહલીએ ટેસ્ટ રેન્કિંગમાં લગાવી લાંબી છલાંગ, આ નંબરે પહોંચ્યો
મોદીના કારણે જ માનુષી છિલ્લર મિસ વર્લ્ડ બની, જાણો કોણે કર્યો આ કટાક્ષ
યુથ કૉંગ્રેસે ટ્વિટર પર PM મોદીની ઉડાવી મજાક, ચા વેચવા પર કરેલી ટિપ્પણીથી સર્જાયો વિવાદ
View More »

Related Stories

અંતિમ T20માં ભારતનો 6 રને વિજય, ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વખત જીતી સિરીઝ
અંતિમ T20માં ભારતનો 6 રને વિજય, ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વખત જીતી સિરીઝ

તિરુવનંતપુરમ: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી-20 સિરીઝની અંતિમ મેચમાં

દિલ્લી બાદ હવે મુંબઈના રહેણાંક વિસ્તારમાં ફટાકડા વેચાણ પર પ્રતિબંધ, હાઈકોર્ટે લગાવી રોક
દિલ્લી બાદ હવે મુંબઈના રહેણાંક વિસ્તારમાં ફટાકડા વેચાણ પર...

મુંબઈ: સુપ્રીમ કોર્ટ દિલ્લી સહિત એનસીઆરમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ

‘વંદે માતરમ્’ ગીત ન ગાય તેને દેશમાંથી તગેડી મુકો: શિવસેના સાંસદ સંજય રાઉત
‘વંદે માતરમ્’ ગીત ન ગાય તેને દેશમાંથી તગેડી મુકો: શિવસેના સાંસદ...

મુબંઇ:  શિવસેના સાસંદ સંજય રાઉતે કહ્યું કે, જે પણ વંદેમાતરમ્ ગીત નહીં ગાય

ચીનમાં રેસ્ટોરાંએ મહિલાઓને અંડરગારમેંટની સાઇઝ પ્રમાણે ડિસ્કાઉન્ટની ઑફર આપી, લોકો ભડક્યા
ચીનમાં રેસ્ટોરાંએ મહિલાઓને અંડરગારમેંટની સાઇઝ પ્રમાણે...

નવી દિલ્લી:  ચીનમાં એક રેસ્ટોરાંએ મહિલાઓના અંડરગારમેંટના સાઇઝ પ્રમાણે