દેશમાં યુવતીઓ પરિવાર માટે પોતાના પ્રેમનું બલિદાન આપે તે સામાન્ય :SC

By: abpasmita.in | Last Updated: Monday, 19 June 2017 12:15 PM
દેશમાં યુવતીઓ પરિવાર માટે પોતાના પ્રેમનું બલિદાન આપે તે સામાન્ય  :SC

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે એક વ્યક્તિની ઉંમરકેદની સજાને ફગાવતા ટિપ્પણી કરી હતી કે, ભારતમાં માતા પિતાના નિર્ણયનો સ્વીકાર કરવામાં મહિલાઓ પોતાના પ્રેમનું બલિદાન આપી દે છે જે સામાન્ય વાત છે.

ઘટના રાજસ્થાનના જયપુરની છે. 1995માં એક વ્યક્તિએ ચોરીછૂપીથી પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ બંન્નેએ આત્મહત્યા કરી લીધી હતી. જેમાં એક વ્યક્તિને બચાવી લેવામાં આવી હતી પરંતુ 23 પત્નીને બચાવી શકાઇ નહોતી. ઘટના બાદ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે યુવક વિરુદ્ધ પ્રેમિકાની હત્યાનો કેસ દાખલ કર્યો હતો. ટ્રાયલ કોર્ટે તેને ઉંમરકેદની સજા સંભળાવી હતી અને આ નિર્ણયને રાજસ્થાન કોર્ટે પણ યથાવત રાખ્યો હતો.

કોર્ટે કહ્યું કે, બની શકે છે મહિલા પોતાની મરજી ન હોવા છતાં માતાપિતાની મરજી માનવા રાજી થઇ ગઇ હોય. પણ ઘટનાસ્થળ પરથી મળેલી ફૂલમાળા, બંગડીઓ, સિંદૂરથી અંદાજ લગાવી શકાય છે કે બાદમાં તેનું મન બદલાઇ ગયું હશે. જજે કહ્યું કે, પોતાના પ્રેમનું બલિદાન આપીને માતાપિતાની મરજીનો સ્વીકાર કરવામા યુવતીની જે પ્રતિક્રિયા સામે આવી છે જે આ દેશમાં સામાન્ય વાત છે.

કોર્ટે કહ્યું કે, પીડિત અને આરોપી એકબીજાને પ્રેમ કરતા હતા અને યુવતીના પિતાએ કોર્ટમાં જણાવ્યું હતું કે, જાતિ અલગ હોવાના કારણે તેમના પરિવાર આ લગ્ન માટે રાજી નહોતો. ઘટના સમયે શું થયું તે કોઇને ખ્યાલ નથી કારણ કે તે સમયે બે લોકો હાજર હતા. જેમાંથી એકનું મોત થયુ જ્યારે બીજો જેલમાં છે. યુવતીની હત્યા કરવામાં આવી છે તેના કોઇ પુરાવા નથી. જેથી કોર્ટે કલ્પનાના આધાર પર ગુનાહિત કેસમાં નિર્ણય આપી શકે નહીં.  કોર્ટે તેને છોડતા કહ્યું કે, યોગ્ય શંકાસ્પદ કેસ હોવા છતાં ફરિયાદી પક્ષ ગુનો સાબિત કરી શક્યો નહોતો.

First Published: Monday, 19 June 2017 12:15 PM

ટોપ ફોટો

યુવક પ્રેમિકાને રાજસ્થાનથી ભગાડી લાવ્યો અમદાવાદ, ઝઘડો થતાં શું આવ્યો અંજામ?
સુરતમાં પાટીદાર એન્ટરપ્રીન્યોર્સની બેઠકમાં લેવાયો શું મહત્વનો નિર્ણય? જાણો વિગત
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડીસેમ્બરમાં, જાણો કઈ તારીખે થઈ શકે છે મતદાન?
View More »

Related Stories

ગુજરાત રમખાણ કેસઃ PM મોદીને આરોપી બનાવવાની માંગ કરતી  અરજી પર હાઇકોર્ટે શું કર્યું
ગુજરાત રમખાણ કેસઃ PM મોદીને આરોપી બનાવવાની માંગ કરતી અરજી પર...

અમદાવાદઃ કોગ્રેસ નેતા એહસાન જાફરીના પત્ની ઝાકીયા જાફરીએ ગુજરાતમાં 2002માં

રાહુલ ગાંધી આવશે ગુજરાતના 4 દિવસના પ્રવાસે, જાણો વિધાનસભાની ચૂંટણીને લઈને શું રહેશે રણનીતિ
રાહુલ ગાંધી આવશે ગુજરાતના 4 દિવસના પ્રવાસે, જાણો વિધાનસભાની...

અમદાવાદ: આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસે

શિક્ષણ વિભાગે સાતમા પગાર પંચનો પરિપત્ર કર્યો જાહેર, રાજ્યના 70 હજાર કર્મચારીઓને મળશે લાભ
શિક્ષણ વિભાગે સાતમા પગાર પંચનો પરિપત્ર કર્યો જાહેર, રાજ્યના 70 હજાર...

  અમદાવાદ: રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીઓ માટે

શંકરસિંહે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ, જાણો BJPના ક્યા દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર
શંકરસિંહે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ, જાણો BJPના ક્યા દિગ્ગજ...

અમદાવાદ: કપડવંજના ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ

રૂપાણી સરકારે ક્યા પાંચ IAS અધિકારીઓની કરી બદલી, જાણો ક્યા મુકાયા
રૂપાણી સરકારે ક્યા પાંચ IAS અધિકારીઓની કરી બદલી, જાણો ક્યા મુકાયા

અમદાવાદ: રાજ્ય સરકારે પાંચ આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. તેમાંથી

રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કહેરને લઇને હાઈકોર્ટેની સરકાર અને AMCને  નોટિસ
રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કહેરને લઇને હાઈકોર્ટેની સરકાર અને AMCને ...

તેજસ મહેતા/ અમદાવાદ: રાજ્યમાં વકરી રહેલી સ્વાઇન ફ્લૂની સ્થિતિના મામલે