માસુમ બાળકોના મોત પર 28 કલાક બાદ CM યોગીએ મૌન તોડ્યું, જવાબદારીના બદલે ગણાવ્યા આંકડા

By: abpasmita.in | Last Updated: Saturday, 12 August 2017 9:03 PM
માસુમ બાળકોના મોત પર 28 કલાક બાદ CM યોગીએ મૌન તોડ્યું, જવાબદારીના બદલે ગણાવ્યા આંકડા

લખનઉ: ગોરખપુરમાં છેલ્લા પાંચ દિવસમાં 60 મોત અને છેલ્લા 36 કલાકમાં BRD હોસ્પિટલમાં થયેલા 30 મોતના કારણે ઘમાલ વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૌન તોડ્યું છે. યોગીએ કહ્યું, આ ઘટના કાલની મીડિયામાં છવાયેલી છે. તમે લોકો જાણો છો કે ઈંસેફિલાઈટ્સ સામેની લડાઈ મે શરૂ કરી હતી. મુખ્યમંત્રી બન્યા બાદ મે પોતે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના છે . પ્રધાનમંત્રી મોદીએ મદદ માટે આશ્વાસન આપ્યું છે.

યોગીએ સાત ઓગસ્ટથી બીઆરડી કોલેજમાં થયેલી મોતના આંકડા રજૂ કર્યા હતા. 7 ઓગસ્ટના કુલ 9 મોત, 8 ઓગસ્ટના કુલ 12 મોત, 9 ઓગસ્ટના કુલ 9 મોત, 10 ઓગસ્ટના કુલ 23 મોત, 11 ઓગસ્ટના કુલ 11 મોત.

તેમણે કહ્યું, પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને તમામ પ્રકારની મદદ માટે આશ્વાસન આપ્યું છે. કેંદ્રીય સ્વાસ્થ મંત્રી જેપી નડ્ડા અને અનુપ્રિયા પટેલ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. પ્રધાનમંત્રીના આદેશ પર તેઓ ગોરખપુર આવ્યા છે.

મુખ્યમંત્રીએ કહ્યું, શુ ઓક્સીજન સપ્લાઈ ઠપ્પ થઈ જવાના કારણે મોત થયા છે? સાચા આંકડા શું છે? આ ઘટના મુદ્દે બેદરકાર કોણ છે? અમે આ મુદ્દે ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. જો ઓક્સીજનની અછત જાણવા મળશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. સપ્લાયરની ભૂમિકાની તપાસ માટે એક કમિટિ બનાવવામાં આવી છે. સપ્લાયરને 8 વર્ષનો કોન્ટ્રાક્ટ પહેલાની સરકારે આપ્યો હતો.

First Published: Saturday, 12 August 2017 9:02 PM

ટોપ ફોટો

યુવક પ્રેમિકાને રાજસ્થાનથી ભગાડી લાવ્યો અમદાવાદ, ઝઘડો થતાં શું આવ્યો અંજામ?
સુરતમાં પાટીદાર એન્ટરપ્રીન્યોર્સની બેઠકમાં લેવાયો શું મહત્વનો નિર્ણય? જાણો વિગત
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડીસેમ્બરમાં, જાણો કઈ તારીખે થઈ શકે છે મતદાન?
View More »

Related Stories

ગુજરાત રમખાણ કેસઃ PM મોદીને આરોપી બનાવવાની માંગ કરતી જાફરીની અરજી પર ગુજરાત હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો
ગુજરાત રમખાણ કેસઃ PM મોદીને આરોપી બનાવવાની માંગ કરતી જાફરીની અરજી પર...

અમદાવાદઃ કોગ્રેસ નેતા એહસાન જાફરીના પત્ની ઝાકીયા જાફરીએ ગુજરાતમાં 2002માં

રાહુલ ગાંધી આવશે ગુજરાતના 4 દિવસના પ્રવાસે, જાણો વિધાનસભાની ચૂંટણીને લઈને શું રહેશે રણનીતિ
રાહુલ ગાંધી આવશે ગુજરાતના 4 દિવસના પ્રવાસે, જાણો વિધાનસભાની...

અમદાવાદ: આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસે

શિક્ષણ વિભાગે સાતમા પગાર પંચનો પરિપત્ર કર્યો જાહેર, રાજ્યના 70 હજાર કર્મચારીઓને મળશે લાભ
શિક્ષણ વિભાગે સાતમા પગાર પંચનો પરિપત્ર કર્યો જાહેર, રાજ્યના 70 હજાર...

  અમદાવાદ: રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીઓ માટે

શંકરસિંહે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ, જાણો BJPના ક્યા દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર
શંકરસિંહે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ, જાણો BJPના ક્યા દિગ્ગજ...

અમદાવાદ: કપડવંજના ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ

રૂપાણી સરકારે ક્યા પાંચ IAS અધિકારીઓની કરી બદલી, જાણો ક્યા મુકાયા
રૂપાણી સરકારે ક્યા પાંચ IAS અધિકારીઓની કરી બદલી, જાણો ક્યા મુકાયા

અમદાવાદ: રાજ્ય સરકારે પાંચ આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. તેમાંથી

રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કહેરને લઇને હાઈકોર્ટેની સરકાર અને AMCને  નોટિસ
રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કહેરને લઇને હાઈકોર્ટેની સરકાર અને AMCને ...

તેજસ મહેતા/ અમદાવાદ: રાજ્યમાં વકરી રહેલી સ્વાઇન ફ્લૂની સ્થિતિના મામલે