UPના 21મા CM તરીકે યોગી આદિત્યનાથે લીધા શપથ, મોદી-શાહ પણ રહ્યા હાજર

By: abpasmita.in | Last Updated: Sunday, 19 March 2017 5:58 PM
UPના 21મા CM તરીકે યોગી આદિત્યનાથે લીધા શપથ, મોદી-શાહ પણ રહ્યા હાજર

લખનઉ: યોગી આદિત્યનાથે આજે ઉત્તરપ્રદેશના 21મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ દરમિયાન સ્ટેજ પર વડાપ્રધાન મોદી, બીજેપી અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહ્યા હતા. યોગી સિવાય દિનેશ શર્મા અને કેશવપ્રસાદ મૌર્યએ નાયબ મુખ્યમંત્રીના શપથ લીધા હતા. શપથવિધિમાં ભાજપ શાસિત 9 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા. તે સિવાય પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને મુલાયમસિંહ પણ હાજર રહ્યા હતા.

નંદ કુમાર નંદી, આશુતોષ ટંડન, મુકુટ બિરાહી વર્મા, સિદ્ધાર્થનાથ સિંહ, રાજેન્દ્ર પ્રતાપસિંહ, શ્રીકાંત શર્મા, પૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણ, લક્ષ્મીનારાયણ ચૌધરી, બ્રિજેશ પાઠક, ઓમ પ્રકાશ રાજભર, જયપ્રતાપસિંહ, રમાપતિ શાસ્ત્રી, સત્યદેવ પચૌરી, એસપી સિંહ બઘેર, ધર્મપાલ સિંહ, દારાસિંહ ચૌહાણ, રીટા બહુગુણા જોશી, રાજેશ અગ્રવાલ, સતીશ મહાના, સુરેશ ખન્ના, સ્વામી પ્રસાદ મૌર્યએ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા હતા.

તે સિવાય ગુલાબો દેવી, સ્વાતિ સિંહ, અનિલ રાજભર, ધર્મસિંહ સૈની, ભૂપેન્દ્રસિંહ ચૌધરી, સ્વતંત્રદેવ સિંહ, ડો.મહેન્દ્રસિંહ, ઉપેન્દ્ર તિવારી, સુરેશ રાણા, અનુપમા જેસવાલને રાજ્યમંત્રીનો સ્વતંત્ર પ્રભાર સોંપવામાં આવ્યો હતો.

ઉપરાંત સુરેશ પાસી, સંદીપ સિંહ, મનોહર લાલ પંથ, બલદેવસિહ ઓલખ, ગીરિશ યાદવ, મોહસિન રઝા, નીલકંઠ તિવારી, રાણવેન્દ્ર પ્રતાપ સિંહ, અતુલ ગર્ગ, જયકુમારસિંહ જેકી, અર્ચના પાંડે, જયપ્રકાશ નિષાદે રાજ્યમંત્રીના પદના શપથ લીધા હતા.

  • ધર્મપાલ સિંહ ગૃહ મંત્રી રાજનાથ સિંહ અને અમિત શાહની નજીકના માનવામાં આવે છે. તેઓ નીચલી જ્ઞાતિમાંથી આવે છે. તેઓ પશ્ચિમ ઉત્તર પ્રદેશા મોટા નેતા છે.
  • વર્ષ 2015માં બસપામાંથી ભાજપમાં આવેલા દારા સિંહ ચૌહાણે પણ મંત્રી પદના શપથ લીધા. દારાસિંહ મધુવન બેઠક પરથી જીત્યા છે. દારાસિંહ પૂર્વ સાંસદ રહી ચુક્યા છે.
  • કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રીતા બહુગુણા જોશીએ પણ મંત્રી પદના શપથ લીધા હતા. તેણે અર્પણા યાદવને હરાવી હતી. રીતા કૉંગ્રેસમાંથી થોડા સમય પહેલા જ ભાજપમાં આવી છે. તે કૉંગ્રેસની પ્રદેશ અધ્યક્ષ પણ હતી. તેઓ પૂર્વ મુખ્યમંત્રી હેમવતી બહુગુણાની પુત્રી છે.
  • રાજેશ અગ્રવાલે પણ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. રાજેશ અગ્રવાલને સંઘની નજીકના માનવામાં આવે છે. તેમને શાહ અને યોગીની નજીકના માનવામાં આવે છે.
  • કાનપુરથી સાત વખત ધારાસભ્ય રહેલા સતીશ મહાનાએ પણ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. સતીશ મહાના મુખ્યમંત્રી પદના પ્રમુખ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા.
  • સુરેશ ખન્નાએ મંત્રી પદના શપથ લીધા હતા. સુરેશ ખન્નાને સંઘની નજીકના માનવામાં આવે છે. સુરેશ ખન્નાનું નામ મુખ્યમંત્રી પદની રેસમાં સામે આવ્યું હતું.
  • બસપા છોડીને ભાજપમાં આવેલા સ્વામી પ્રસાદ મૌર્યએ યૂપીના મંત્રી પદના શપથ લિધા હતા. મૌર્યએ બસપા સુપ્રીમો માયાવતી પર ટિકિટ વહેંચવાનો આરોપ લગાવ્યો હતો.
First Published: Sunday, 19 March 2017 7:22 AM

ટોપ ફોટો

સુરતઃ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરની કામલીલા, ચેમ્બરમાં આખી રાત મહિલા સાથે ગુજારી
સુરતઃ બબ્બે પ્રેમી સાથે રંગરેલિયાં મનાવતી યુવતીની કામલીલાનો ભાંડો ફૂટતા પહેલા પ્રેમીને ગાર્ડનમાં બોલાવ્યો, પછી શું થયું ?
નીતા અને મુકેશ અંબાણીએ આપી મુંબઈ ઈંડિયંસની જીતની પાર્ટી, બિગ બી-સચિન પણ રહ્યા હાજર
View More »

Related Stories

સુરત: પેટ્રોલ પંપ પર બાઇકમાં લાગી આગ, એકનું મોત
સુરત: પેટ્રોલ પંપ પર બાઇકમાં લાગી આગ, એકનું મોત

સુરત: ચોક ચાર રસ્તા પાસેના આર.પી.મહેતા પેટ્રોલ પંપ ખાતે  પેટ્રોલ ભરાવતા

Recommended