ભારત જાકિર નાઈકના પ્રત્યાર્પણની માંગ કરશે તો સોંપી દેશું: મલેશિયા

By: abpasmita.in | Last Updated: Thursday, 9 November 2017 3:10 PM
ભારત જાકિર નાઈકના પ્રત્યાર્પણની માંગ કરશે તો સોંપી દેશું: મલેશિયા

મુંબઈ: ટેરર ફંડિંગ અને મની લૉન્ડ્રિંગના એક મામલે ભારત સરકારને સફળતા મળતી જોવા મળી રહી છે. મલેશિયા સરકારે કહ્યું કે જો ભારત સરકાર તરફથી વિનંતી કરવામાં આવશે તો તેઓ ઈસ્લામિક ઉપદેશક જાકિર નાઈકને ભારતને સોંપી દેશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ટેરર ફંડિંગ અને મની લૉન્ડ્રિંગ મામલે એનઆઈએએ ચાર્જશીટ દાખલ કરી છે.
મલેશિયાના સમાચાર પત્રો મુજબ, મલેશિયાના ઉપપ્રધાનમંત્રી અહમદ જાહિદ હમીદીએ ત્યાંના નિચલા સદનમાં કહ્યું જો ભારત સરકાર જાકિર નાઈકના પ્રત્યાર્પણની માંગ કરશે તો તેને ભારતને સોંપી દેશું. તેમણે કહ્યું અત્યાર સુધીમાં ભારત સરકાર તરફથી કોઈ વિનંતી નથી કરવામાં આવી. તેમણે કહ્યું હાલ નાઈકે અહીંયાનો કોઈ કાનૂન ભંગ નથી કર્યો જેના કારણે તેનો પાસપોર્ટ રદ્દ નથી કરવામાં આવ્યો, જ્યારે ભારત સરકારનું કહેવું છે કે આ મામલે એક પત્ર મલેશિયા સરકારને મોકલી દેવામાં આવ્યો છે.
એએનઆઈના સુત્રો મુજબ,જલ્દી વિદેશ મંત્રાલયના માધ્યમથી મલેશિયા સરકારને પ્રત્યાર્પણ માટે ઔપચારિક આગ્રહ પણ મોકલવામાં આવશે. 52 વર્ષના જાકિર નાઈક પર મુસ્લિમ યુવાઓને કટ્ટરપંથ તરફ લઈ જવા માટે ભડકાઉ ભાષણ આપવાનો આરોપ છે. આ આરોપોને કારણે નાઈકના એનજીઓ ઈસ્લામિક રિસર્ચ ફાઉંડેશન પર ભારત સરકારે રોક લગાવી દિધી છે.

First Published: Thursday, 9 November 2017 3:09 PM

ટોપ ફોટો

આજે ભારતીય ક્રિકેટર ભુવનેશ્વર કુમારના લગ્ન, પ્રભુતામાં પાડશે પગલા
ગેસ વિવાદ મુદ્દે હાઈ કોર્ટે મુકેશ અંબાણીને આપ્યો ઝાટકો, જાણો શું કહ્યું....
ફરી એકવાર મેદાન પર આમને-સામને થશે વીરેન્દ્ર સેહવાગ અને શોએબ અખ્તર
View More »

Related Stories

IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ
IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ

કોલકાતા: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના

57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર, જાણો કોણ છે ક્રિકેટર
57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર,...

નવી દિલ્લી: સાઉથ આફ્રિકાના 20 વર્ષના ક્રિકેટર શેન ડેડ્સવેલે ક્લબ મેચ

LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ
LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ

કોલકતા:  વરસાદથી પ્રભાવિત કોલકાતા ટેસ્ટ મેચ હાલમાં ડ્રો તરફ જતી નજર આવી રહી