દસ વર્ષ ઉંમર વધારી દે તેવી દવા અંગે મોટો ખુલાસો, ઉંમર ઘટાડતા તત્વો હટાવી દેશે

By: abpasmita.in | Last Updated: Friday, 8 April 2016 3:55 PM
દસ વર્ષ ઉંમર વધારી દે તેવી દવા અંગે મોટો ખુલાસો, ઉંમર ઘટાડતા તત્વો હટાવી દેશે

આપણા જીવનનો એક દાયકો વધારી શકે તેની દવા હવે હકીકતથી વધારે નજીક આવી છે. આ દવા માટે મુખ્ય ઘટક મળી આવ્યું છે.

પ્રોટિન પરમાણુઓ જે જીએસકે-3 આપણી કુદરતી જીંદગી ટૂંકાવવા પાછળ જવાબદાર હોય છે. એક નવા રિસર્ચ મુજબ જો બંધ થઈ જાય તો જીવનકાળ વધી શકે છે.

ફ્રુટ ફ્લાઈ જાતની એક માખી જેનામાં જીએસકે-3 પ્રોટીન હોય છે, તેના પર એક પ્રયોગ કરવામાં આવ્યો હતો. ઓછા પ્રમાણમાં લિથિયમથી આ પરમાણુંનું પ્રમાણ ઘટાડી શકાય છે. જેનાથી જીવનકાળમાં 16 ટકા જેટલી વૃદ્ધિ થાય છે.

જે પછી લિથિયમ અથવા તેના કરતા ઓછી આડઅસર કરતું તેના જેવું જ બીજુ ડ્રગ લઈને લાંબુ જીવન આપનારી ટેબલેટ બનાવી શકાય.

ડો. જોર્જ ઈવાન કાસ્ટીલો ક્વાન કે જે આ રિસર્ચના લેખક છે, તેમણે કહ્યું કે, પરમાણુઓના જ્ઞાનથી વધતી ઉંમર સાથે શરૂ થતી બિમારીઓ જેમકે અલ્ઝાઈમર્સ, ડાયાબિટિસ, કેંસર, પાર્કિસંસને પાછા ઠેલી શકાશે.

ડૉ. ક્વાને વધુ જણાવ્યું કે, અમે જીએસકે-3 માટે ઉત્સાહિત છીએ. જો આ સફળ થાય તો તેનો અર્થ એ છે કે ઉંમર સંબંધિત બિમારીઓને થોડા સમય સુધી અટકાવી શકશે. મારા ખ્યાલથી જીવનકાળ વધારવા કરતા આ દ્રષ્ટિકોણ વધારે આકર્ષે છે.

જીવનકાળ વધારતી દવાઓ અંગે ઘણા વિવાદો થયા છે, પણ આ સ્વાસ્થ્યવૃદ્ધિ માટે પણ મહત્વનું છે. ઉદાહરણ તરીકે આ ડ્રગ અલ્ઝાઈમર્સને 75ને બદલે 90ની ઉંમરે ધકેલી શકે છે. જે ઘણી સારી બાબત છે. આપણે 110 કે 120 વર્ષ ન જીવીએ પણ જેટલું જીવીએ, પણ આપણે સ્વસ્થ જીવન લાંબા સમય માટે જીવવા માગીએ છીએ.
જો કે ડૉ. ક્વાને કહ્યું કે આવતા એક દસકા કે તેથી પણ વધારે સમય માટે મળી શકશે નહિ. હાલ જે રિસર્ચ ચાલે છે તે પરથી લાગે છે કે આ ડ્રગ સાતથી 10 વર્ષ સુધી જીવનકાળ વધારી શકે છે.

લિથિયમ સિવાય પણ તેના જેવા બીજા ડ્રગ હજી ડેવલપ થઈ રહ્યા છે. લિથિયમ બાયપોલર ડિસઓર્ડર માટે થેરાપી તરીકે કામ કરે છે, જેની સાઈડ ઈફેક્ટ પણ ઘણી છે, જેમકે થાક લાગવો અને દિગ્મૂઢ બની જવું.

રિસર્ચર્સ હવે જીએસકે-3 વધારે કોંપ્લેક્સ પ્રાણીઓ જેવા કે ઉંદર અને વાંદરા પર આ પ્રયોગ કરશે.

ધી મેક્સ પ્લાંક ઈંસ્ટીટ્યુટ ફોર બાયોલોજી ઓફ એજિંગ અને યુરોપીયમ મોલેક્યુલર બાયોલોજી લેબોરેટરી પણ આ રિસર્ચનો એક ભાગ છે.

First Published: Friday, 8 April 2016 3:55 PM

ટોપ ફોટો

મોદીના કારણે જ માનુષી છિલ્લર મિસ વર્લ્ડ બની, જાણો કોણે કર્યો આ કટાક્ષ
યુથ કૉંગ્રેસે ટ્વિટર પર PM મોદીની ઉડાવી મજાક, ચા વેચવા પર કરેલી ટિપ્પણીથી સર્જાયો વિવાદ
રશિયાના રાષ્ટ્રપતિને પોર્ન સ્ટારે આપ્યો પડકાર, કહ્યું એવું કે....’
View More »

Related Stories

UP: આજે નગર પાલિકાની પહેલા તબક્કાની ચૂંટણી માટે 24 જિલ્લામાં 1 કરોડ 92 લાખ મતદારો કરશે મતદાન
UP: આજે નગર પાલિકાની પહેલા તબક્કાની ચૂંટણી માટે 24 જિલ્લામાં 1 કરોડ 92...

નવી દિલ્લી: ઉત્તર પ્રદેશમાં નગર પાલિકાની પહેલા ચરણની ચૂંટણીનું વૉટિંગ આજે

ટ્રિપલ તલાક ખતમ કરવા કાયદો બનાવશે મોદી સરકાર, શિયાળુ સત્રમાં લાવશે બિલ
ટ્રિપલ તલાક ખતમ કરવા કાયદો બનાવશે મોદી સરકાર, શિયાળુ સત્રમાં લાવશે...

નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ બાદ ટ્રિપલ તલાક સામે મોદી સરકાર

સિબ્બલે BJP પર સાધ્યું નિશાન, ‘પદ્માવતીને લઈને બોલશો તો માથુ ગુમાવશો અને મોદી વિરુદ્ધ બોલશો તો આંગળી’
સિબ્બલે BJP પર સાધ્યું નિશાન, ‘પદ્માવતીને લઈને બોલશો તો માથુ ગુમાવશો...

નવી દિલ્લી: બિહાર બીજેપીના અધ્યક્ષ નિત્યાનંદ રાયે સોમવારે પ્રધાનમંત્રી

દિલ્લી: દ્વારકા મોડ મેટ્રો સ્ટેશનની પાસે અથડામણ, 30 રાઉન્ડ ફાયરિંગ, 5ની ધરપકડ
દિલ્લી: દ્વારકા મોડ મેટ્રો સ્ટેશનની પાસે અથડામણ, 30 રાઉન્ડ ફાયરિંગ,...

નવી દિલ્લી: દિલ્લીના દ્વારકા મોડ મેટ્રો સ્ટેશનની પાસે મંગળવારે થયેલી

ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું જરૂરી: યોગી આદિત્યનાથ
ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું...

  નવી દિલ્લી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે યૂપીના

સંસદના શિયાળુ સત્રમાં અડચણ પૈદા કરી રહી છે મોદી સરકાર: સોનિયા
સંસદના શિયાળુ સત્રમાં અડચણ પૈદા કરી રહી છે મોદી સરકાર: સોનિયા

  નવી દિલ્લી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે મોદી સરકાર પર આકરા