આ ફ્લાઈટમાં એક વારની ટિકીટનો ભાવ 25 લાખ રૂપિયા, છે અલ્ટ્રા લક્ઝુરિયસ સુવિધાઓ

By: abpasmita.in | Last Updated: Tuesday, 3 May 2016 1:04 PM
આ ફ્લાઈટમાં એક વારની ટિકીટનો ભાવ 25 લાખ રૂપિયા, છે અલ્ટ્રા લક્ઝુરિયસ સુવિધાઓ

નવી દિલ્લી: 1લી મે ના રોજ અબુ ધાબીથી મુંબઈ રૂટ પર એતીહાદ એરલાઈંસે એરબસ A380 ફ્લાઈટ શરૂ કરી હતી. આ વિશ્વની સૌથી મોંઘા ફ્લાઈટ રૂટ પરનો એક છે. જેમાં વન-વે ટીકિટના ભાવ 3.31 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

આ ફ્લાઈટની સીટિંગ કેપેસિટી 496 મુસાફરોની છે. આ ફ્લાઈટમાં ધી રેસિડંસ છે, જે બે વ્યક્તિઓ માટેનો એક લક્ઝુરિયસ સ્વિટ છે. જેમાં એક શાવર રૂમ, ડબલ બેડ ધરાવતો બેડ રૂમ અને લીવિંગ રૂમ છે.

f67d2d053383941770fc961628dea55c

મંગળવારે ગલ્ફ કેરિયરે આપેલી જાણકારી મુજબ આ એરબસના લક્ઝુરિયસ એક્સપિરીયંસ માટે મુંબઈ-ન્યૂયોર્ક રૂટની એક ટિકીટની કિંમત $38000 ( 25.22 લાખ રૂપિયા) છે. જ્યારે અબુધાબી મુંબઈ રૂટ પર $5000 (3.31 લાખ રૂપિયા) અને મુંબઈ-લંડન રૂટ પર $26000 (17.25 લાખ રૂપિયા) થશે.

article-0-1D91E75D00000578-781_964x631

ધી રેસિડંસમાં 32 ઈંચનું ફ્લેટ ટેલિવિઝન, બટલર સર્વિસ અને એક્સક્લુઝિવ શેફ ઓન-બોર્ડની સુવિધાઓ છે. ગત જૂન મહિનામાં લંડનથી અબુધાબી માટેના જ્યારે તેના ભાવ સામે આવ્યા ત્યારે પણ આ ફ્લાઈટ ચર્ચામાં હતી.

csm_A380_Etihad_cabin_The_Residence_Bedroom_0f4294b900

નિરજા ભાટિયા જે એતિહાદ ઈંડિયન સબકોંટિનેંટના વાઈસ પ્રેસિડંટ છે તેમણે કહ્યું છે કે, આ ફ્લાઈટને ભારતમાં શરૂ કરવાનું કારણ વ્યસ્ત રૂટ પર વેકેશન અને હોલિડે સિઝન દરમિયાન વધુ સુવિધા આપવાનું હતું.

THE_RESIDENCE_BATHROOM

વધુમાં જણાવતા નિરજા ભાટિયાએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર ભારતના મોટા રાજ્યોમાંનું એક છે. અને મુંબઈ કોસ્મોપોલિટન, લોકપ્રિય અને ડાયનેમિક શહેર છે. મુંબઈથી ન્યૂયોર્ક રૂટ પર સૌથી વધુ પ્રિમિયમ ટ્રાવેલ માર્કેટ ધરાવે છે. આ વેકેશનનો સમય અમારી નવી પ્રોડક્ટને માર્કેટમાં લાવવા માટે ઉત્તમ છે.

21

First Published: Tuesday, 3 May 2016 1:03 PM

ટોપ ફોટો

SBIના ગ્રાહક ઝડપથી પૂરું કરી લે આ કામ, નહીં તમારું એકાઉન્ટ થશે બંધ!
સ્વામિનારાયણ મંદિરના સંતની હત્યાનું રહસ્ય ઉકેલાયું, જાણો કોણે કરી હત્યા
કોંગ્રેસે બીજી યાદી કરી જાહેર, છેલ્લી ઘડીએ આ ચાર સીટ પર ઉમેદવારો બદલ્યા
View More »

Related Stories