તમારી પત્નીને ભૂતકાળ વિષે જણાવતા ડરી રહ્યા છો, તો અપનાવો આ પાંચ ટિપ્સ

By: Abpasmita.in | Last Updated: Wednesday, 16 March 2016 1:19 PM
તમારી પત્નીને ભૂતકાળ વિષે જણાવતા ડરી રહ્યા છો, તો અપનાવો આ પાંચ ટિપ્સ

અમદાવાદ: જો તમારા લગ્ન નવા નવા થયા છે અને તમને તમારી પત્નીને પોતાની પાછલી જીંદગીના કેટલાક રાજ કહેવા ઇચ્છો છો, પરંતુ મનમાં ડરો પણ છો કે ક્યાંક તમારી નિખાલસતા તમારા સંબંધોમાં કોઇ મતભેદ ઉભો કરી શકે છે. તો તમારે ચોક્કસથી પત્નીને કહેવા માટે થોડી ધીરજ અને સમજદારીનો ઉપયોગ કરવો જોઇએ. તમારે પત્નીને જીવનનું તમામ સત્ય જણાવવું છે તો અપનાવો આ ખાસ ટિપ્સ
જેટલું જરૂરી હોય તેટલું જ પહેલાં પત્નીને જણાવો
સૌથી પહેલાં તમે તમારી પત્નીને એ વાતોનો ખુલાસો કરો જે તમારી પત્નીને તમારા વિષે બહારથી પણ ખબર પડી શકે છે અને જ તમારા સંબંધોમાં તિરાડ લાવી શકે એવી છે. તમારી પત્નીને ભરોસામાં લો અને તેને વિશ્વાસ અપાવો કે તમારા જીવનમાં હવે એના સિવાય કોઇ નથી. અત્યાર સુધી જે હતું એ તમામ પાસ્ટ થઇ ચુક્યું છે અને આગળના જીવનમાં ક્યારે ફરિયાદનો મોકો આપશે નહીં.

તમારા ભૂતકાળને તમારા પર હાવી થવા ના દો
દરેકના જીવનમાં એવો ભૂતકાળ હોય છે જેને ભૂલીને આગળ વધવામાં જ સમજદારી હોય છે. કેમ કે ક્યારે તમારી પત્ની તમારા ભૂતકાળ વિષે જાણે અને તમને કંઇ પણ કહે નહીં. કેમ કે તમને એવું લાગતું હોય કે તમારી પત્ની તમારા ભૂતકાળ વિશે જાણીને તમારી સાથે વાત કરવાનું બંધ કરી દેશે, પરંતુ ક્યારે ક એવું બનતું નથી. માટે તમારે તમારા ભૂતકાળને તમારા પર હાવી થવા દેવો જોઇએ નહીં.

જે પણ કરો સમજી-વિચારીને કરો
તમારું અને તમારી પત્નીનું ટ્યૂનિંગ કેવું છે, એ પણ જોવું અગત્યનું છે. આ સિવાય તમારી પત્નીને તમે તમારા જીવનની અગત્યની વાત કરવાના છો ત્યારે તમારી પત્નીનો મૂળ કેવો છે એ પણ જોવો જરૂરી છે. જો તમારી પત્નીનો મૂળ સારો હોય ત્યારે તમારે તમારી પત્નીને તમારી વાત કહેવી જોઇએ.

પત્નીને પણ થોડો સમય આપો
જો તમે તમારી પત્નીને તમારા જીવનની વાત કરી દીધા પછી તમારી પત્નીને પણ થોડો સમય આપો. તેને પણ થોડો નોર્મલ થવાની જરૂર હોય ત્યારે પત્નીને ખોટો લોર્ડ આપશો નહીં. જો તમે તમારી પત્નીને થોડો સમયે આપશો તો ચોક્કસ તમારી પત્ની તમારી વાતને સમજશે.

દરેક પ્રકારના પરિણામ માટે તૈયાર રહો
તમે તમારી પત્નીને જીવનની તમામ વાતો કર્યા પછે તેના રિઍક્શન માટે તૈયાર રહો, એટલું જ નહીં તમારે સત્યની જાણ કર્યા પછી તમામ પરિણામો માટે તૈયાર રહેવું પડશે. ક્યારે એવું પણ બનશે કે તમારી વાતથી દુખી થઇને પત્ની પોતાના પિતાના ઘરે રહેવા જઇ શકે છે. જો તમારો ભૂતકાળ એટલો ભયંકર હોય તો ક્યારે છૂટાછેડાની પરિસ્થિતિ સર્જાય શકે છે.

First Published: Wednesday, 16 March 2016 1:19 PM

ટોપ ફોટો

ગુજરાતના કયા સાંસદને રિવોલ્વરથી ઉડાવી દેવાની આપી ધમકી, કોણે આપી આવી ધમકી, જાણો વિગતે
કોલકાતા ટેસ્ટમાં વિરાટ કહોલીએ 50મી સદી ફટકારી સચિનનો આ રેકોર્ડ તોડ્યો
SBIના ગ્રાહક ઝડપથી પૂરું કરી લે આ કામ, નહીં તમારું એકાઉન્ટ થશે બંધ!
View More »

Related Stories

રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ...

અમદાવાદ: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી  ફરી  ગુજરાતના પ્રવાસે આવશે.

ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું જરૂરી: યોગી આદિત્યનાથ
ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું...

  નવી દિલ્લી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે યૂપીના