ઊંચી હીલવાળા સેન્ડલ પહેરતી માનુનીઓ અંગે સર્વેમાં શું આવ્યું સામે? શું હોય છે આ મહિલાઓની મહત્વકાંક્ષા?

By: abpasmita.in | Last Updated: Wednesday, 25 May 2016 11:52 AM
ઊંચી હીલવાળા સેન્ડલ પહેરતી માનુનીઓ અંગે સર્વેમાં શું આવ્યું સામે? શું હોય છે આ મહિલાઓની મહત્વકાંક્ષા?

જો તમે તમારી મહિલા મિત્ર અંગે જાણવા માગો છો કે, તે કેટલી મહત્વાકાંક્ષી છે, તો તેમની એડી તરફ જુઓ. સંશોધનકર્તાઓ પ્રમાણે એક મહિલા જો ઊંચી હીલવાળા સેંડલ પહેરે છે, તો એ સમજી લેવું કે, તે સમાજમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાની તિવ્ર ઇચ્છા ધરાવતી હોવાનું પ્રતિક છે. આ સંશોધનના નિષ્કર્ષો પરથી ખબર પડે છે કે, આવી મહિલાઓ જ્યારે શહેરના પૈસાદાર ગણાતા વિસ્તારોમાં જાય છે, ત્યારે ઊંચી હીલવાળા સેન્ડલ પહેરે છે, પરંતુ આ જ મહિલાઓ જ્યારે સામાજિક-આર્થિક પછાત વિસ્તારોમાં જાય છે, ત્યારે આવું કરવાનું ટાળે છે.

અમેરિકાના નોર્થ કેરોલીના યુનિવર્સિટીની આસિસ્ટન્ટ પ્રોફેસર કર્ટ ગ્રેનું કહેવું છે કે, બીજા શબ્દોમાં કહીએ તો મહિલાઓ પૈસાદાર દેખાવા માગે છે અને તે ગરીબ મહિલાઓથી અલગ દેખાવા માગે છે. જ્યારે મહિલા પૈસાદાર ગણાતા વિસ્તારોમાં જાય છે, ત્યારે તે વિસ્તારની મહિલાઓના હીલવાળા સેન્ડલની સાઇઝ સાથે પોતાની સાઇઝ મેચ કરવા માગે છે, જે તેમની સમરૂપતાની તીવ્ર ઇચ્છાને સ્પષ્ટ કરી દે છે. જોકે, આનાથી વિપરીત તે પછાત વિસ્તારો તરફ જાય છે, ત્યારે તે પોતાના રૂટિન સેન્ડલ કે પછી ગમે તે સેન્ડલ પહેરે છે.

સંશોધનકર્તાઓ પ્રમાણે, આ અસરને ‘નીચે જતી સમરૂપતા’ એવું નામ આપ્યું છે. કેમકે, ફેશન ઉપરથી નીચે જાય છે અને ભાગ્યે જ નીચેથી ઉપર જતી દેખાય છે. આ સંશોધન પ્લોસ વન નામના જર્નલમાં પ્રકાશિત થઈ છે.

ગ્રે આ અંગે જણાવે છે કે, માનવ સભ્યતાની શરૂઆતથી લોકોમાં આબરુ અને માનની ઇચ્છા રહી છે. આ માટે તેઓ શક્તિવાળા લોકો તરફ રહે છે અને શક્તિહીન લોકોથી પોતાને અલગ રાખે છે. તો હીલની સાઇઝ સાથે આવું કરવું, તે પણ સમજમાં આવે છે.

લોકોની ફેશનની આ આકાંક્ષા તેમને પૈસાદાર અને વધુ સંપન્ન દેખાવા માટે પ્રેરિત કરે છે. તેમજ આ સમાજમાં અમીર-ગરીબ વચ્ચે વધી રહેલું અંતર વધુ વધારી રહ્યા છે. ગ્રે કહે છે કે, પુરુષોમાં પણ આ પ્રકારનું વલણ છે. ખાસ, તેઓ જ્યારે કપડા, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ કે પછી કાર ખરીદે.

First Published: Wednesday, 25 May 2016 11:52 AM

ટોપ ફોટો

SBIના ગ્રાહક ઝડપથી પૂરું કરી લે આ કામ, નહીં તમારું એકાઉન્ટ થશે બંધ!
સ્વામિનારાયણ મંદિરના સંતની હત્યાનું રહસ્ય ઉકેલાયું, જાણો કોણે કરી હત્યા
કોંગ્રેસે બીજી યાદી કરી જાહેર, છેલ્લી ઘડીએ આ ચાર સીટ પર ઉમેદવારો બદલ્યા
View More »

Related Stories