શું તમે જાણો છો! મહિલાઓના શર્ટમાં ડાબી બાજુ પર કેમ હોય છે બટન

By: abpasmita.in | Last Updated: Monday, 4 April 2016 5:56 PM
શું તમે જાણો છો! મહિલાઓના શર્ટમાં ડાબી બાજુ પર કેમ હોય છે બટન

શું તમે ક્યારેય એ વાત પર ધ્યાન આપ્યું છે કે પુરુષોના શર્ટના બટન જમણી બાજુ અને મહિલાઓના શર્ટના બટન ડાબી બાજુ હોય છે? જો ધ્યાન નથી આપ્યું તો એકવાર જોઈ અને ખાતરી કરી લો. અહિંયા પ્રશ્ન એ છે કે આવું ક્યાં કારણથી હોય છે. શું તેની પાછળ કોઈ ખાસ કારણ છે? તો તમને આજે જણાવી દઈએ આ અલગ અલગ વ્યવસ્થા પાછળ અત્યાર સુધી કયાં-ક્યાં કારણો રજૂ કરવામાં આવ્યાં છે. તે જાણીને તમને આશ્ચર્ય તો થશે જ પણ તમે પેટ પકડીને હસી પણ પડશો.

1. કહેવાય છે કે પહેલાં પુરુષો તેમના કપડાં જાતે જ પહેરતાં અને મહિલાઓ આ કામ જાતે ન કરતી. તે સમયે મોટાભાગના લોકો જમણાં હાથથી જ કામ કરતાં હતા. આવું એટલાં માટે હોય છે કે સામ-સામે ઊભાં રહીને બટન લગાવવામાં તકલીફ ના પડે…

2. પુરૂષોને બટન બંધ કરવા માટે કે બટન ખોલવા માટે ડાબા હાથની મદદ લેવી પડતી હતી એટલે તેમના શર્ટમાં જમણી બાજુ બટન હોય છે. જો કે મહિલાઓની સાથે તેનાથી ઉલટું હોય છે. તેથી મહિલાઓના કપડામાં ડાબી બાજુ બટન હોય છે.

3. પહેલાં પુરૂષો અને મહિલાઓના કપડાંમાં ઘણાં ફેરફાર જોવા મળતા હતા, પરંતુ હવે ઘણાં કપડાં સરખા જોવા મળે છે. એટલે જ બંનેના કપડાં અલગ દેખાઈ આવે તે માટે પણ આવું કરવામાં આવ્યું છે.

4. એક માન્યતા એવી પણ છે કે નેપોલિયન બોનાપાર્ટે આદેશ આપ્યો હોવાથી મહિલાઓના કપડામાં ડાબી બાજુ બટન લગાવવામાં આવ્યાં હતાં. તેની પાછળનું એવું કારણ આપવામાં આવે છે કે નેપોલિયન એક ખાસ સ્ટાઈલથી તેનો એક હાથ શર્ટમાં નાખીને ઊભો રહેતો હતો. પરંતુ આ આદતના કારણે મહિલાઓ તેની મજાક ઉડાવતી હતી. જ્યારે આ વાતની જાણ નેપોલિયનને થઈ અને ત્યારથી તેમણે મહિલાઓને રોકવા માટે કપડામાં બટન ડાબી બાજુ લગાવવાનો આદેશ આપી દીધો હતો.

First Published: Monday, 4 April 2016 5:55 PM

ટોપ ફોટો

SBIના ગ્રાહક ઝડપથી પૂરું કરી લે આ કામ, નહીં તમારું એકાઉન્ટ થશે બંધ!
સ્વામિનારાયણ મંદિરના સંતની હત્યાનું રહસ્ય ઉકેલાયું, જાણો કોણે કરી હત્યા
કોંગ્રેસે બીજી યાદી કરી જાહેર, છેલ્લી ઘડીએ આ ચાર સીટ પર ઉમેદવારો બદલ્યા
View More »

Related Stories