OMG! આ છે દુનિયાનો સૌથી વૃદ્ધ પુરુષ, ઉંમર છે 145 વર્ષ

By: Agency | Last Updated: Tuesday, 30 August 2016 4:38 PM
OMG! આ છે દુનિયાનો સૌથી વૃદ્ધ પુરુષ, ઉંમર છે 145 વર્ષ

નવી દિલ્હીઃ 145 વર્ષના એક ઇન્ડોનેશિયન વૃદ્ધને વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિનો ખિતાબ મળ્યો છે. સમાચાર એજન્સી એફે ન્યૂઝ અનુસાર, સોદીમેજો એટલે કે મહબર ગોથો મધ્ય જાવાના સરગેન ક્ષેત્રના એક ગામમાં રહે છે. તેમણે પોતાનું ઓળખ કાર્ડ બતાવ્યું જેમાં તેમની જન્મ તારીખ 31 ડિસેમ્બર, 1870 છે.

ડચ કોલોનિયલ શાસકોને સોદીમેજોએ પોતાની યુવા અવસ્થામાં જોયા હતા. તેમને ગયે લાંબો સમય થઈ ગયો પરંતુ સોદીમેજો આજે પણ આપણી વચ્ચે છે. તેઓ દરરોજ એક પેકેટ સિગરેટ પીવે છે અને ઘરની સામે બેસીને રેડિયો સાંભળે છે.

તેમની સાંભળવાની શક્તિ લગભગ વઈ ગઈ છે માટે તેમની સાથે વાતચીત કરવાનું ખૂબ જ મુશ્કેલ છે. લોકો તેમને સંભળાય તેટલા માટે ઉંચા અવાજે તેમની સાથે વાત કેર છે અને તેઓ ખૂબ જ ધીમા અવાજે અને ઓછા શબ્દમાં તેનો જવાબ આપે છે.

તેમની દૃષ્ટી પણ નબળી થઈ ગઈ છે. તેમને બતાવવા માટે સામાનને તેમની ખૂબ નજીક લઈ જવામાં આવે છે.

તેમનો 46 વર્ષનો પૌત્ર સૂર્યાતોં જણાવે છે કે, તે પોતાના પૌત્રોની સાથે રહે છે, જે તેમની રોજીંદી જરૂરિયાતનું ધ્યાન રાખે છે. દાંત ન હોવાને કારણે માત્ર હળવો ખોરાક જેમ કે ચોખા અને શાકભાજી જ ખાઈ શકે છે.

ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ અથવા અન્ય કોઈ સંગઠન દ્વારા હાલમાં તેમની ઉંમરની પુષ્ટિ કરવાના કોઈ સમાચાર નથી.

સૂર્યાતોએ કહ્યું કે, આ વૃદ્ધ વ્યક્તિએ વિચાર્યું હતું કે તે વર્ષ 1993માં પોતાની આખરી પત્નીના મરવા સુધી મરી જશે. પરંતુ 23 વર્ષ બાદ તે આજે પણ જીવતા છે. તે પોતાની થોડી એવી શક્તિની સાથે વિશ્વને જોઈ રહ્યા છે.

First Published: Tuesday, 30 August 2016 4:38 PM

ટોપ ફોટો

મોદીના કારણે જ માનુષી છિલ્લર મિસ વર્લ્ડ બની, જાણો કોણે કર્યો આ કટાક્ષ
યુથ કૉંગ્રેસે ટ્વિટર પર PM મોદીની ઉડાવી મજાક, ચા વેચવા પર કરેલી ટિપ્પણીથી સર્જાયો વિવાદ
રશિયાના રાષ્ટ્રપતિને પોર્ન સ્ટારે આપ્યો પડકાર, કહ્યું એવું કે....’
View More »

Related Stories

UP: આજે નગર પાલિકાની પહેલા તબક્કાની ચૂંટણી માટે 24 જિલ્લામાં 1 કરોડ 92 લાખ મતદારો કરશે મતદાન
UP: આજે નગર પાલિકાની પહેલા તબક્કાની ચૂંટણી માટે 24 જિલ્લામાં 1 કરોડ 92...

નવી દિલ્લી: ઉત્તર પ્રદેશમાં નગર પાલિકાની પહેલા ચરણની ચૂંટણીનું વૉટિંગ આજે

ટ્રિપલ તલાક ખતમ કરવા કાયદો બનાવશે મોદી સરકાર, શિયાળુ સત્રમાં લાવશે બિલ
ટ્રિપલ તલાક ખતમ કરવા કાયદો બનાવશે મોદી સરકાર, શિયાળુ સત્રમાં લાવશે...

નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ બાદ ટ્રિપલ તલાક સામે મોદી સરકાર

સિબ્બલે BJP પર સાધ્યું નિશાન, ‘પદ્માવતીને લઈને બોલશો તો માથુ ગુમાવશો અને મોદી વિરુદ્ધ બોલશો તો આંગળી’
સિબ્બલે BJP પર સાધ્યું નિશાન, ‘પદ્માવતીને લઈને બોલશો તો માથુ ગુમાવશો...

નવી દિલ્લી: બિહાર બીજેપીના અધ્યક્ષ નિત્યાનંદ રાયે સોમવારે પ્રધાનમંત્રી

દિલ્લી: દ્વારકા મોડ મેટ્રો સ્ટેશનની પાસે અથડામણ, 30 રાઉન્ડ ફાયરિંગ, 5ની ધરપકડ
દિલ્લી: દ્વારકા મોડ મેટ્રો સ્ટેશનની પાસે અથડામણ, 30 રાઉન્ડ ફાયરિંગ,...

નવી દિલ્લી: દિલ્લીના દ્વારકા મોડ મેટ્રો સ્ટેશનની પાસે મંગળવારે થયેલી

ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું જરૂરી: યોગી આદિત્યનાથ
ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું...

  નવી દિલ્લી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે યૂપીના

સંસદના શિયાળુ સત્રમાં અડચણ પૈદા કરી રહી છે મોદી સરકાર: સોનિયા
સંસદના શિયાળુ સત્રમાં અડચણ પૈદા કરી રહી છે મોદી સરકાર: સોનિયા

  નવી દિલ્લી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે મોદી સરકાર પર આકરા