અમદાવાદ બાદ મહેસાણામાં બર્ડ ફ્લૂની દહેશત, 100 જેટલા મરધાના મૃતદેહો મળ્યા, તપાસ ચાલુ

By: abpasmita.in | Last Updated: Saturday, 18 February 2017 7:25 AM
અમદાવાદ બાદ મહેસાણામાં બર્ડ ફ્લૂની દહેશત, 100 જેટલા મરધાના મૃતદેહો મળ્યા, તપાસ ચાલુ

મહેસાણા: અમદાવાદમાં બે સ્થળોએ બર્ડ ફ્લૂના કેસ પોઝીટીવ આવ્યા બાદ મહેસાણાના જોટાણા ગામે હવે બર્ડ ફ્લૂની દહેશત સેવાઈ રહી છે. જેના પગલે તંત્ર હરકતમાં આવી ગયું છે.

મહેસાણાના જોટાણા ગામે 100 જેટલા મરઘાના મૃતદેહ મળી આવ્યા હતા. જેનો નાશ કરાયો છે. અને તંત્રએ આસપાસનો 10 કિલો મીટરનો એરિયા સર્વે ઝોન જાહેર કરી દીધો છે. અને 70 જેટલા એનિમલ અધિકારીઓએ કાર્રવાઈ શરૂ કરી દીધી છે.

જોટાણા ગામે આવેલા બસ સ્ટેશન પાસેના ખુલ્લા મેદાનમાં કોઈ 100 જેટલા મરઘાના મૃતદેહ ફેંકી ગયું હતું. આ અંગે સ્થાનિક લોકોએ તાલુકા હેલ્થ અધિકારીને જાણ કરી હતી. અને હેલ્થ અધિકારીએ મરઘાના મૃતદેહનો નાશ કર્યો હતો. હવે એક સાથે આટલા મરઘા અહીં કોણ ફેંકી ગયું? આટલા બધા મરઘાના મોત કેવી રીતે થયા? તે તપાસનો વિષય છે. અને આ અંગે મહેસાણા એનિમલ વિભાગ અને ગાંધીનગરની ખાસ ટીમે તપાસ શરૂ કરી છે. પણ બર્ડ ફ્લૂની દહેશતના કારણે ગ્રામજનોમાં ભય છે.

First Published: Saturday, 18 February 2017 7:25 AM

ટોપ ફોટો

નૂપુર નાગર સાથે લગ્નનાં બંધનમાં બંધાયા ક્રિકેટર ભુવનેશ્વર કુમાર, જુઓ તસવીરો
ક્રિકેટર ઝાહિર ખાન અને અભિનેત્રી સાગરિકાના યોજાયા લગ્ન, જાણો કઇ કઇ સેલિબ્રિટી રહ્યા હાજર
ભાજપના સાંસદના પત્નીને ટિકિટ ન મળતાં તેમણે પતિને આપી શું ધમકી?
View More »

Related Stories

IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ
IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ

કોલકાતા: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના