અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું સોમવારે જાહેર થયેલું પરિણામ ઘણું ચોંકાવનારું રહ્યું. વિકાસના નામે વોટ માંગનારી ભાજપને માત્ર 99 બેઠકો મળી. કોંગ્રેસને 77 અને અપક્ષના ખાતામાં 6 બેઠકો ગઈ. ભાજપ કોંગ્રેસના ઘણા ઉમેદવારો પાતળી સરસાઇથી જીત્યા છે. કપરાડા બેઠક પરથી વિજેતા બનેલા કોંગ્રેસના જીતુભાઈ ચૌધરી યાદીમાં પ્રથમ નંબરે છે.