જયરાજસિંહ જાડેજાને 17 ડિસેંબર સુધી ગુજરાતમાં રહેવા હાઈકોર્ટે આપી મંજૂરી

By: abpasmita.in | Last Updated: Friday, 1 December 2017 7:48 PM
જયરાજસિંહ જાડેજાને 17 ડિસેંબર સુધી ગુજરાતમાં રહેવા હાઈકોર્ટે આપી મંજૂરી

અમદાવાદ: ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને હાઈકોર્ટે ગુજરાત બહાર રહેવા શરતી જામીન આપ્યા હતા. પરંતુ હવે ગુજરાત હાઇકોર્ટે આ જામીનમાં ફેરફાર કરી ચૂંટણીને લઇને 17મી સુધી ગુજરાતમાં રહેવા મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે, જયરાજસિંહના પત્ની ગીતાબા જાડેજા ગોંડલ બેઠક પર ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે. જયરાજસિંહે ભત્રીજાના લગ્નમાં આવવા માટે કોર્ટને અરજી કરી હતી જે ગ્રાહ્ય રાખતા ગુજરાતમાં 17મી ડિસેમ્બર સુધી રહેવા મંજૂરી આપી છે.

ગોંડલના નિલેશ રૈયાણી હત્યા કેસમાં ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને હાઇકોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જે અંતર્ગત જયરાજસિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત બહાર રહેવાની શરતે જયરાજસિંહના જામીન મંજૂર કર્યા હતા. જયરાજસિંહના પત્ની વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. ભત્રીજાના લગ્ન હોવાથી ગુજરાતમાં પ્રવેશ માટે અરજી કરી હતી. નામદાર કોર્ટે તેમની આ અરજી મંજૂર કરી છે અને જયરાજસિંહને તારીખ 17 ડિસેમ્બર સુધી ગુજરાતમાં પ્રવેશવાની છૂટ આપવામાં આવી છે.

First Published: Friday, 1 December 2017 7:48 PM

ટોપ ફોટો

જસ્ટિસ લોયા મોત કેસઃ SIT દ્વારા તપાસની માંગવાળી પીટીશન પર SC આજે કરી શકે છે સુનાવણી
Ind v SA: ત્રીજી ટેસ્ટમાં રહાણેને મળી શકે છે તક, પ્રેક્ટિસ દરમિયાન મળ્યા સંકેત
મલાલાએ 'પેડમેન' ફિલ્મની કરી પ્રશંસા, પાકિસ્તાનીઓથી ન થયું સહન
View More »

Related Stories

મોદીને પ્રધાનમંત્રી પદનો અંહકાર, નથી આપ્યો 30 પત્રોનો જવાબ: અન્ના હજારે
મોદીને પ્રધાનમંત્રી પદનો અંહકાર, નથી આપ્યો 30 પત્રોનો જવાબ: અન્ના...

નવી દિલ્લી: સામાજિક કાર્યકર્તા અન્ના હજારે પીએમ મોદી પર આરોપ લગાવતા કહ્યું

ઓમ પ્રકાશ રાવત બન્યા દેશના મુખ્ય ચૂંટણી કમિશનર, એકે જોતિ સોમવારે થશે રિટાયર
ઓમ પ્રકાશ રાવત બન્યા દેશના મુખ્ય ચૂંટણી કમિશનર, એકે જોતિ સોમવારે...

નવી દિલ્લી: દેશના મુખ્ય ચૂંટણીકમિશનર તરીકે ઓમ પ્રકાશ રાવતની નિયુક્તિ

આપના 20 ધારાસભ્યો અયોગ્ય જાહેર, ECની ભલામણને રાષ્ટ્રપતિની મંજૂરી
આપના 20 ધારાસભ્યો અયોગ્ય જાહેર, ECની ભલામણને રાષ્ટ્રપતિની મંજૂરી

નવી દિલ્લી: દિલ્લીની આમ આદમી પાર્ટી સરકારને રાષ્ટ્રપતિ પાસેથી પણ મોટો ઝટકો

'પદ્માવત' પર બેન માટે ફરી સુપ્રીમ કોર્ટ જઇ શકે છે શિવરાજ સરકાર
'પદ્માવત' પર બેન માટે ફરી સુપ્રીમ કોર્ટ જઇ શકે છે શિવરાજ સરકાર

ઇન્દોરઃ સૌથી મોટી કોર્ટામાંથી રાહત મળ્યા બાદ પણ સંજય લીલા ભંસાળીની ફિલ્મ

CJI દિપક મિશ્રાએ સંભાળી જજ લોયા કેસની કમાન, 22 જાન્યુઆરીએ કરશે સુનાવણી
CJI દિપક મિશ્રાએ સંભાળી જજ લોયા કેસની કમાન, 22 જાન્યુઆરીએ કરશે સુનાવણી

નવી દિલ્લી: સોહરાબુદ્દીન ટ્રાયલ કે જજ બીએચ લોયાની મોતના કેસની તપાસ હવે

દિલ્લી: બવાનામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 17 લોકોના મોત
દિલ્લી: બવાનામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 17 લોકોના મોત

નવી દિલ્લી: દેશના રાજધાની દિલ્લીના બવાના ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં સ્થિત