ખેતલા આપા ટી સ્ટોલમાં વપરાતું દૂધ લેબ ટેસ્ટમાં થયું ફેઈલ, ચા પીવાલાયક નથી

By: abpasmita.in | Last Updated: Friday, 15 September 2017 3:24 PM
ખેતલા આપા ટી સ્ટોલમાં વપરાતું દૂધ લેબ ટેસ્ટમાં થયું ફેઈલ, ચા પીવાલાયક નથી

અમદાવાદ: શહરેની પ્રખ્યાત ખેતલા આપાની ચા માત્ર રાજકોટ જ નહીં પણ અમદાવાદ વડોદરામાં પણ પીવા લાયક નથી. ખેતલા આપા ટી સ્ટોલમાં વપરાતું દુધ ગુજરાત સરકારની ફુડ લેબોરેટરીમાં ફેઈલ થયું છે. રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય ટીમ અને ફૂડ શાખા દ્વારા વિવિધ સ્થળોએથી વિવિધ પદાર્થોના સેમ્પલ લેબોરેટરીમાં મોકલમાં આવ્યા હતા. જેમાં ખેતલા આપા ટી સ્ટોલાના બે સ્થળેથી દુધના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

નાયબ આરોગ્ય અધિકારી ડો.રાઠોડે જણાવ્યું કે, રાજય સરકારની સુચના મુજબ આરોગ્ય વિભાગે કાલાવડ રોડ ઉપર તુલસી એપાર્ટમેન્ટ, પરીમલ સ્કુલ સામે આવેલ ખેતલા આપા-ટી સ્ટોલ તથા કોઠારીયા રોડ ઉપર નિલકંઠ કોમ્પલેક્ષમાં આવેલ ખેતલા આપા ટી. સ્ટોલમાંથી ભેંસના દુધના સેમ્પલ લેવામા આવ્યા હતા જેમાં રિપોર્ટ સબ સ્ટાડર્ડ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. અને દુધમાં ફેટ અને એસએનએફનું પ્રમાણ ઓછું હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.

તેમણે જણાવ્યું કે જો દુધમાં પાણીની ભેળસેળ કરવામાં આવે તો ફેટ અને એસએનએફનું પ્રમાણ ઓછુ આવી શકે છે. જેથી દુધમાં ભેળસેળ કરવાની પૂરી શક્યતા જણાઈ આવી છે. અગાઉ પણ ખેતલા આપા ટી સ્ટોલને સ્વચ્છતાં માટે નોટીસ પણ અપાઇ હતી.

 

First Published: Friday, 15 September 2017 3:23 PM

ટોપ ફોટો

વિવાદથી ઘેરાયેલ પદ્માવતી ફિલ્મ ઓનલાઈન પર જોવા મળે છે? 5 લાખથી વધુ લોકોએ નિહાળ્યું આ ફિલ્મ? જાણો વિગતે
કોંગ્રેસના કયા ઉમેદવારે પરત ખેંચી ઉમેદવારી, નવા ઉમેદવાર તરીકે કોંગ્રેસે કોના નામની કરી જાહેરાત, જાણો વિગતે
કોંગ્રેસના કયા ઉમેદવાર ફોર્મ ભર્યા પછી ભાજપના ઉમેદવારને પગે લાગ્યા, આ જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતા, જાણો વિગતે
View More »

Related Stories

CM શિવરાજસિંહની જાહેરાત, ‘મધ્યપ્રદેશમાં ફિલ્મ પદ્માવતી રિલીઝ નહીં થાય’
CM શિવરાજસિંહની જાહેરાત, ‘મધ્યપ્રદેશમાં ફિલ્મ પદ્માવતી રિલીઝ નહીં...

ભોપાલ: સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીની રિલીઝ ડેટ ભલે પાછી ખસેડવામાં