પહેલા હાવર્ડવાળા હતા, આપણે હાર્ડવર્કવાળા પીએમ : PM મોદી

By: abpasmita.in | Last Updated: Sunday, 3 December 2017 10:56 PM
પહેલા હાવર્ડવાળા હતા, આપણે હાર્ડવર્કવાળા પીએમ : PM મોદી

રાજકોટ: વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. સુરેન્દ્રનગર બાદ રોજકોટમાં પીએમ મોદીની સભા યોજાઈ હતી. સભાને સંબોધન કરતા પીએમ મોદીએ નામ લીધા વગર પૂર્વ પીએમ મનમોહનસિંહ પર નિશાન સાંધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું પહેલા હાવર્ડવાળા પીએમ હતા હવે હાર્ડવર્કવાળા પીએમ છે. ઉત્તરપ્રદેશમાં નગરપાલિકા ચૂંટણીમાં થયેલી હારને લઈને પણ પીએમ મોદીએ કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

રાજકોટમાં પીએમ મોદીએ કહ્યું વિકાસથી જ દુનિયાભરમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. દુનિયાનો કોઇ વ્યક્તિ મારી સાથે હાથ મિલાવતો હોય ત્યારે નરેન્દ્ર મોદી સાથે નહીં પણ દેશના સવા સો કરોડના સ્વયંસેવક સાથે હાથ મિલાવતો હોય છે. હાડવર્ડ યુનિવર્સિટીવાળા પીએમ પણ જોયા અને આપણે હાર્ડવર્કવાળા.

ઉત્તરપ્રદેશની ચૂંટણીને લઈને પીએમ મોદીએ કહ્યું કોંગ્રેસ પરાજયના વિક્રમો સ્થાપ્યા છે અમે વિજયના વિક્રમો. હાલામાંજ ઉત્તરપ્રદેશમાં થયેલી સ્થાનિક ચૂંટણીમાં કૉંગ્રેસનો કચ્ચરખાણ કાઢી નાખ્યો. જૂની પેઢી કે નવી પેઢી હવે કોંગ્રેસનું કોઇ નામ સાંભળવા પણ તૈયાર નથી. કોંગ્રેસને ઉખેડી ફેંકવા માગે છે. સફેદ દૂધ જેવું જૂઠાણું બોલે છે. કોંગ્રેસે મનોમંથન કરવું જોઇએ. કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે, 48000 હેક્ટર જમીન મોદીએ જમીન ઉદ્યોગપતિઓને આપી દીધી. પરંતુ આ વિસ્તાર પૃથ્વીથી ત્રણ ગણો થાય તો કેવી રીતે સમજવું. રાહુલ ગાંધીને ગતાગમ નથી પડતી.

નોટબંધીને લઈને કૉંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, લોકોને કંઈ વાંધો નથી તો તમને શું વાંધો છે. નોટબંધીથી જેમનું ગયું તેમને વધુ તકલીફ પડી. નોટબંધી બાદ અમે અઢી લાખ બોગસ કંપનીઓને તાળા મારી દીધા. કંપની એક અને બેંકમાં ખાતા બે હજાર, આવી કંપનીઓ હતી. પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસ રડે છે કે મોદીએ નોટબંધી કરી દીધી. વિકાસ કોને કહેવાય તે આ લોકોને ખબર જ નથી. રેવન્યું ઉંચી લાવવામાં ભાજપનો હાથ છે. દેશમાં એલઈડી નાખવાની ઝૂંબેશ ભાજપે ચલાવી. વીજળી બિલમાં 14 હજાર કરોડ ઓછા કર્યા છે. વ્યવસ્થાથી અમે દેશના 40 હજાર કરોડ બચાવ્યા છે.
 

પીએમ મોદીએ કહ્યું, દેશ આખાને ઈર્ષા થાય એવી જગ્યાએ આજે ગુજરાત પહોંચ્યું છે. મધ્યવર્ગના માવનીએ પણ ઘર બનાવવું એવો વિચાર ઈતિહાસમાં કોઈપણ સરકારે કર્યો નથી. મધ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર મળે તે માટે અમારી સરકાર કામ કરી રહી છે. જેમણે ગરીબોને લૂંટ્યા છે તેમને ગરીબોને પાછું અપાવીનેજ રહીશ. દેશને મુસીબતમાંથી બહાર કાઢવો છે.

 

First Published: Sunday, 3 December 2017 10:56 PM

ટોપ ફોટો

મોદીના બ્રિટન પ્રવાસ પર હાર્દિકે લીધી મોજ, કહ્યું-મોદીજી માલ્યા, નીરવ મોદીને લઈને આવશે
બોલીવુડની આ અભિનેત્રીએ પોતાના મેકએપ આર્ટિસ્ટને ગિફ્ટ કરી કાર, જાણો કારની કિંમત
મેચ બાદ પ્રિટી ઝિંટા દોડીને કોને ભેટી પડી ને કયા ખેલાડી સાથે કર્યું ‘બલ્લે બલ્લે’, જાણો વિગત
View More »

Related Stories

નરોડા પાટિયા નરસંહારઃ બાબુ બજરંગીને 21 વર્ષની સજા તો માયા કોડનાની નિર્દોષ જાહેર
નરોડા પાટિયા નરસંહારઃ બાબુ બજરંગીને 21 વર્ષની સજા તો માયા કોડનાની...

અમદાવાદઃ 2002ના નરોડા પાટિયા નરસંહાર કેસમાં આજનો દિવસ નિર્ણયનો બની રહેશે. આ

   જય શાહની સંપત્તિ પર જાહેરમાં ચર્ચાની માંગણી કરતી અરજી અરજદારે ગુજરાત હાઇકોર્ટમાંથી પાછી ખેંચી
જય શાહની સંપત્તિ પર જાહેરમાં ચર્ચાની માંગણી કરતી અરજી અરજદારે...

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના  દીકરા જય શાહની સંપત્તિ વિશે

આમરણાંત ઉપવાસ પર ઉતરેલા તોગડિયાએ ત્રીજા જ  દિવસે કરી લીધા પારણા, જાણો વિગત
આમરણાંત ઉપવાસ પર ઉતરેલા તોગડિયાએ ત્રીજા જ દિવસે કરી લીધા પારણા,...

અમદાવાદઃ વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ નેતા ડો. પ્રવીણ તોગડીયાએ