રાજકોટ: કૉંગ્રેસના કાશ્મીરાબેન નથવાણી અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાયા

By: abpasmita.in | Last Updated: Tuesday, 7 November 2017 8:29 PM
રાજકોટ: કૉંગ્રેસના કાશ્મીરાબેન નથવાણી અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાયા

રાજકોટ: ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ અમિતભાઇ શાહ આજે રાજકોટ આવ્‍યા છે ત્‍યારે જ રાજકોટના લોહાણા સમાજના પ્રમુખ અને કોંગ્રેસના વરિષ્‍ઠ નેતા કાશ્‍મીરાબેન નથવાણીએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો ખેસ પહેર્યો હતો.

કોંગ્રેસે શહેરમાં એક વરિષ્‍ઠ અને અનુભવી મહિલા નેતા ગુમાવ્‍યા છે. કાશ્મિરાબેન નથવાણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી તરીકે રહી ચૂક્યા છે અને રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ છે. તેઓ ગુજરાત ભાજપ અને જનસંઘના નેતા સ્વ. ચિમનભાઇ શુક્લના પુત્રી છે.

કાશ્મીરા બેન શંકરસિંહ વાઘેલાના પણ ચુસ્‍ત ટેકેદાર ગણાય છે.  શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ સાથે છેડો ફાડયો ત્‍યારથી જ તેઓ પણ યોગ્‍ય તકની રાહ જોતા હતાં અને આજે તેઓ અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

First Published: Tuesday, 7 November 2017 7:34 PM

ટોપ ફોટો

વિવાદથી ઘેરાયેલ પદ્માવતી ફિલ્મ ઓનલાઈન પર જોવા મળે છે? 5 લાખથી વધુ લોકોએ નિહાળ્યું આ ફિલ્મ? જાણો વિગતે
કોંગ્રેસના કયા ઉમેદવારે પરત ખેંચી ઉમેદવારી, નવા ઉમેદવાર તરીકે કોંગ્રેસે કોના નામની કરી જાહેરાત, જાણો વિગતે
કોંગ્રેસના કયા ઉમેદવાર ફોર્મ ભર્યા પછી ભાજપના ઉમેદવારને પગે લાગ્યા, આ જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતા, જાણો વિગતે
View More »

Related Stories

CM શિવરાજસિંહની જાહેરાત, ‘મધ્યપ્રદેશમાં ફિલ્મ પદ્માવતી રિલીઝ નહીં થાય’
CM શિવરાજસિંહની જાહેરાત, ‘મધ્યપ્રદેશમાં ફિલ્મ પદ્માવતી રિલીઝ નહીં...

ભોપાલ: સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીની રિલીઝ ડેટ ભલે પાછી ખસેડવામાં