દિલ્હીઃ સિંધુ બોર્ડર નજીક વહેલી સવારે અકસ્માત, પાવરલિફ્ટિંગના 4 ખેલાડીઓના મોત

By: mayurkp | Last Updated: Sunday, 7 January 2018 8:51 AM
દિલ્હીઃ સિંધુ બોર્ડર નજીક વહેલી સવારે અકસ્માત, પાવરલિફ્ટિંગના 4 ખેલાડીઓના મોત

નવી દિલ્હીઃ દિલ્હી-પાનીપત હાઇવે પર સિંધુ બોર્ડર નજીક રવિવારે સવારે થયેલી કાર દુર્ઘટનામાં ચાર નેશનલ ખેલાડીઓના મોત થયા છે, જ્યારે 2 ગંભીર રીતે ઘાયલ છે. આ તમામ ખેલાડી પાવર લિફ્ટિંગના નેશનલ ચેમ્પિયન હતા. બંને ઘાયલોની સારવાર ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ, ગાઢ ધુમ્મ્સના કારણે સ્વિફટ ડીઝાયર કાર પહેલા ડિવાઇડર અને બાદમાં થાંભલા સાથે અથડાઇને દુર્ઘટનાગ્રસ્ત થઈ. કારમાંથી ખેલાડીઓની કીટ મળી છે. જેનાથી તેઓ ક્યાંય રમવા જતા હતા તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

ગંભીર રીતે ઘાયલ ખેલાડીઓને નરેલાના સત્યવાદી રાજા હરિશ્ચંદ હોસ્પિટલમાંથી મેક્સ હોસ્પિટલ શાલીમાર બાગમાં રેફર કરવામાં આવ્યા છે.  અલીપુર પોલીસ સ્ટેશન મામલાની તપાસ કરી રહી છે.

First Published: Sunday, 7 January 2018 8:51 AM

ટોપ ફોટો

IPL 2018: યુવરાજ સિંહે ક્રિસ ગેલને લઈ કરી મોટી વાત, જાણો શું કહ્યું
કર્ણાટકમાં ભાજપ કે કોંગ્રેસ નહીં આ પાર્ટી બનશે કિંગમેકર, ઓપિનિયન પૉલમાં છે આગળ
શાઓમીનો મિડ રેન્જ સ્માર્ટફોન Mi 6X ટૂંક સમયમાં થશે લોન્ચ, લીક થયા ફીચર્સ
View More »

Related Stories