ઇંગ્લેન્ડના ઓપનર એલિસ્ટર કૂકે સિડનીમાં રમાઇ રહેલી એશિઝ શ્રેણીની પાંચમી ટેસ્ટમાં 12,000 રન નોંધાવવાની સિદ્ધી મેળવી છે. ટેસ્ટમાં આ સિદ્ધી મેળવનારો તે ઇંગ્લેન્ડનો પ્રથમ અને ટેસ્ટ મેચ ઇતિહાસનો છઠ્ઠો ખેલાડી બન્યો છે. 152મી ટેસ્ટમાં કૂકે આ કારનામું કર્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે રન નોંધાવવાના મામલે ભારતનો માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પ્રથમ સ્થાને છે.