મહિલા હોકી એશિયા કપમાં ભારતે ચીનને 5-4થી હરાવી જીત્યો ખિતાબ

By: abpasmita.in | Last Updated: Sunday, 5 November 2017 6:24 PM
મહિલા હોકી એશિયા કપમાં ભારતે ચીનને 5-4થી હરાવી જીત્યો ખિતાબ

નવી દિલ્લી: ભારતીય હોકી ટીમે રવિવારે મહિલા એશિયા કપની ફાઈનલમાં ચીનને માત આપી ખિતાબ જીતી લીધો હતો. કાકામિગહારાના કાવાસાકી સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં ભારતે ચીનને પેનલ્ટી શૂટ આઉટમાં હાર આપી હતી. આ જીત સાથે જ ભારતે 2018ના વર્લ્ડકપ માટે ક્વોલિફાય કરી લીધું છે.

ભારતીય ટીમ ચોથી વખત આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યું હતું. 1999માં દક્ષિણ કોરિયા સામે 2-3થી હાર થઈ હતી. જ્યારે 2004માં ભારત વિજેતા બન્યું હતું. 2009માં બેંગકોકમાં આયોજિત ટુર્નામેન્ટમાં ચીને ભારતને 5-3થી હાર આપી હતી. આ પહેલા નવજોત કૌરે પ્રથમ હાફમાં ગોલથી ટીમ ઈન્ડિયાને 1-0થી બઢત અપાવી. નવજોતે 25મી મીનિટ શાનદાર ગોલ ફટકાર્યો હતો.

First Published: Sunday, 5 November 2017 6:24 PM

ટોપ ફોટો

ભાજપના સાંસદના પત્નીને ટિકિટ ન મળતાં તેમણે પતિને આપી શું ધમકી?
ભાજપે ટિકિટ કાપતાં ક્યા ધારાસભ્યે લખ્યું: મારૂં એસેસમેન્ટ કરાયેલું કે સોપારી આપીને રાજકીય હત્યા?
પાટીદારોને OBC સ્ટેટસ આપી અનામતનો લાભ આપવાની દિશામાં ભરાયું મોટું કદમ, જાણો કઈ કામગીરી થઈ શરૂ ?
View More »

Related Stories