VIDEO: આ મહિલા ફેંક્યો એવો બોલ, બેટ્સમેનથી લઈને અમ્પાયર પણ જોતા જ રહ્યા...

Wednesday, 15 November 2017 11:06 AM

4 જૂન 1993ના રોજ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ એશેજ સીરીઝના માન્ચેસ્ટર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર શેન વોર્ને એક એવો બોલ ફેંક્યો હતો જેને ‘બોલ ઓફ ધ સેન્ચુરી’નું નામ આપવામાં આવ્યું હતું. જાણકારો અનુસાર આ બોલ અંદાજે 90-90 ડિગ્રી સુધી સ્પિન થયો હતો. હવે વુમન એશેજ દરમિયાન ઓવલ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર અમાન્ડા જેડે પણ એક એવો જ બોલ ફેંકીને બધાને ચોંકાવી દીધા છે.

ઓવલ ગ્રાઉન્ડ પર રમવામાં આવેલ ટેસ્ટ દરમિયાન અમાન્ટાએ અંગ્રેજ બેટ્સમેન ટેમી બેમાઉન્ટને આ બોલ પર બોલ્ડ કરી હતી. વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે, આ બોલ રાઈટ હેન્ડ બેટ્સમેન ટેમીના લેગ સ્ટમ્પની બહાર પડે છે અને તેની ઓફ સ્ટમ્પ ઉડાવી દે છે.

LATEST VIDEO