IPLની 11મી સીઝનનો કાર્યક્રમ જાહેર, મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે રમાશે પ્રથમ મેચ

By: abpasmita.in | Last Updated: Wednesday, 14 February 2018 10:26 PM
IPLની 11મી સીઝનનો કાર્યક્રમ જાહેર, મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે રમાશે પ્રથમ મેચ

નવી દિલ્લી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઈન્ડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)ની 11મી સીઝન માટેનો કાર્યક્રમ જાહેરા કરી દીધો છે. 51 દિવસ સુધી ચાલનારી આ આઈપીએલની શરૂઆત 7 એપ્રીલ 2018થી થશે. સીઝનનો પ્રથમ મુકાબલો વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને બે વખત ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુંબઈના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીવાળી ચેન્નઈ સુપર કિંગ્સ બે વર્ષ બાદ વાપસી કરી રહી છે. જ્યારે ત્રણ વખત ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા છે. સ્પોર્ટ ફિક્સિંગના કારણે બે વર્ષના પ્રતિબંધ બાદ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ ટીમોના પ્રશંસકો માટે ખુશીના સમાચાર આ છે કે બન્ને ટીમોની મેચ ક્રમશ: સવાઈ માનસિંહ સ્ટેડિયમ (જયપુર) અને એમએ ચિદંબરમ સ્ટેડિયમ ચેન્નઈમાં રમાશે.

પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટ અનુસાર આ સીઝનમાં રાત્રે 8 વાગ્યાની જગ્યાએ સાંજે 7 વાગ્યાથી મેચ રમાશે અને પહેલા જે મેચ ચાર વાગ્યાથી રમાતી હતી તે હવે 5.30 વાગ્યેથી શરૂ થશે. સ્ટાર પહેલીવાર લીગનું પ્રસારણ કરશે. તેના પહેલા આઈપીએલનું પ્રસારણ સોની નેટવર્ક્સ કરતું હતું. ફાઈનલ મુકાબલો 27 મેના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમાં રમાશે.

First Published: Wednesday, 14 February 2018 10:26 PM

ટોપ ફોટો

IND vs SA: આફ્રિકા પ્રવાસમાં તમામ મેચ રમનાર ક્રિકેટર બન્યો આ ગુજરાતી
કેપટાઉન T 20: ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 173 રનનો આપ્યો લક્ષ્યાંક, શિખર ધવનના 47 રન
ભારતીય મહિલા ટીમે રચ્યો ઈતિહાસ, T-20 સીરીઝ જીતી સાઉથ આફ્રિકામાં મચાવી ડબલ ધમાલ
View More »

Related Stories

આજે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે અંતિમ ટી-20 મેચ
આજે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે અંતિમ ટી-20 મેચ

નવી દિલ્હીઃ આજે ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચોની ટી-20