પ્રથમ દિવસે ગેલને કોઈ ખરીદદાર મળ્યું ન હતું બીજા દિવસે પંજાબની ટીમ માલિક પ્રીતિ ઝિંટાએ 39 વર્ષના આ સ્ટાર ખેલાડી પર દાવ ખેલ્યો અને બેસ પ્રાઈસમાં જ તેને ખરીદી લીધો. કહેવાય છે કે, ગેલને ખરીદવા પાછળ ટીમ મેન્ટર વીરેન્દ્ર સેહવાગનો હાથ હતો. સેહવાગ ખુદ પણ વિસ્ફોટક બેટ્સમેન રહ્યા છે અને એવામાં એ જ હતા જેને આ નાના ફોર્મેટમાં ગેલની પ્રતિભાની ઓળખ હતી. આ રીતે ગેલ પંજાબની ટીમનો ભાગ બન્યો. જોકે શરૂઆતના 2 મેચમાં અંતિમ 11માં તેને સ્થાન મળ્યું ન હતું.