IPL-11: યુવરાજ-ક્રિસ ગેલ-વોટસન સહિત 1122 ખેલાડીઓ હરાજી માટે રજીસ્ટર્ડ

By: abpasmita.in | Last Updated: Saturday, 13 January 2018 4:20 PM
IPL-11: યુવરાજ-ક્રિસ ગેલ-વોટસન સહિત 1122 ખેલાડીઓ હરાજી માટે રજીસ્ટર્ડ

નવી દિલ્લી: યુવરાજ સિંહ, ક્રિસ ગેલ, જો રૂટ અને શેન વોટશન સહિત 1122 ખેલાડીઓએ આઈપીએલની હરાજી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. હરાજી 27 અને 28 જાન્યુઆરીના બેંગલુરૂ ખાતે યોજાશે. જેમાં ગૌતમ ગંભીર, આર અશ્વિન, અજિંક્ય રહાણે, કુલદીપ યાદવ, મુરલી વિજય અને કે એલ રાહુલની પણ બોલી લાગશે.

આ યાદી આઈપીએલની તમામ આઠ ટીમોને મોકલી આપવામાં આવી છે, જેમાં 281 ખેલાડીઓ એવા છે, જે ભારત માટે રમી ચુક્યા છે, જ્યારે 838 નવા ખેલાડી છે. જેમાં 778 ભારતીય અને ત્રણ એસોસિએટ દેશોના ખેલાડીઓ સામેલ છે.

એજંસી મુજબ 282 વિદેશી ખેલાડીમાંથી 58 ઓસ્ટ્રેલિયા, 57 દક્ષિણ આફ્રીકા, 39 શ્રીલંકા અને વેસ્ટઈન્ડિઝ, 30 ન્યૂઝિલેંડ અને 26 ઈગ્લેંડના છે. વિદેશી ખેલાડીઓમા ગ્લેન મેક્સવેલ, ક્રિસ લિન, જો રૂટ, બેન સ્ટોક્સ, ઈયોન મોર્ગન, મિશેલ સ્ટાર્ક અને પૈટ કમિંસ જેવા ખેલાડીઓ પર ખાસ ધ્યાન રહેશે.

વેસ્ટઈન્ડિઝના ખેલાડીઓમાં ડ્વેન બ્રાવો, કાર્લોસ બ્રેથવેટ, ઈવિન લુઈસ અને જેસન હોલ્ડર સામેલ છે. દક્ષિણ આફ્રિકામાં હાશિમ અમલા, ડૂપ્લેસિસ, ક્વિંટન ડિ કોક, મિલર અને રબાડા હરાજીમાં રહેશે.

First Published: Saturday, 13 January 2018 4:20 PM

ટોપ ફોટો

IPL 2018: પંજાબે દિલ્હીને જીતવા 144 રનનો આપ્યો ટાર્ગેટ, ગેલની ગેરહાજરીમાં પંજાબનો નબળો દેખાવ
IPL 2018: આ કારણે આજની મેચમાં ક્રિસ ગેલ નથી પંજાબની ટીમમાં, જાણો વિગત
ગર્લફ્રેન્ડ સાથે એક્સ વાઈફના પરિવારને લંચ પર લઈ ગયો અરબાઝ, ન જોવા મળી મલાઈકા અરોરા
View More »

Related Stories