પ્રથમ ટી-20 મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈંડિયાએ જીત સાથે ખાતુ ખોલાવ્યું, નેહરાની નિવૃતિ

By: abpasmita.in | Last Updated: Wednesday, 1 November 2017 10:31 PM
પ્રથમ ટી-20 મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈંડિયાએ જીત સાથે ખાતુ ખોલાવ્યું, નેહરાની નિવૃતિ

નવી દિલ્લી: ભારતે પ્રથમ ટી-20 મેચમાં ન્યૂઝીલેન્ડને 53 રને હરાવ્યુ હતું. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટે 202 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 149 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી રોહિત શર્મા અને શિખર ધવને સૌથી વધુ 80-80 રન બનાવ્યા હતા.

ન્યૂઝીલેન્ડ તરફથી ટોમ લાથમે સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. આ સાથે જ ભારતે ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટી-20 મેચ 4 નવેમ્બરે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાશે.ન્યૂઝીલેન્ડની પહેલી વિકેટ ગુપ્ટિલના રૂપમાં પડી હતી. ગુપ્ટિલ 4 રને આઉટ થયો હતો. મુનરો 7 રને આઉટ થયો હતો.

ન્યૂઝીલેન્ડની ટીમને જીતવા માટે 203 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ટીમ ઈંડિયાએ પોતાની નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટે 202 રન બનાવ્યા હતા. ટીમ ઈંડિયાની પહેલી વિકેટ ધવનના રૂપમાં પડી હતી. ધવન 80 રન કરી આઉટ થયો હતો. ત્યારબાદ હાર્દિક પંડ્યા આઉટ થયો હતો. રોહિત શર્મા પણ 80 રને આઉટ થયો હતો.અગાઉ ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. શ્રેયસ અય્યર પહેલી વખત ટી-20 મેચમાંથી ડેબ્યૂ કરી રહ્યો છે.

 

First Published: Wednesday, 1 November 2017 4:21 PM

ટોપ ફોટો

ભાજપના સાંસદના પત્નીને ટિકિટ ન મળતાં તેમણે પતિને આપી શું ધમકી?
ભાજપે ટિકિટ કાપતાં ક્યા ધારાસભ્યે લખ્યું: મારૂં એસેસમેન્ટ કરાયેલું કે સોપારી આપીને રાજકીય હત્યા?
પાટીદારોને OBC સ્ટેટસ આપી અનામતનો લાભ આપવાની દિશામાં ભરાયું મોટું કદમ, જાણો કઈ કામગીરી થઈ શરૂ ?
View More »

Related Stories