U-19 WC ફાઈનલ: ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીત, મનજોત કાલરાએ ફટકારી સદી

By: abpasmita.in | Last Updated: Saturday, 3 February 2018 1:28 PM
U-19 WC ફાઈનલ: ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીત, મનજોત કાલરાએ ફટકારી સદી

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીત થઈ છે. ઓસ્ટ્રેલિયાએ 217 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ 217 રન બનાવી લીધા હતાં. ટીમ ઈન્ડિયા ચરફથી મનજોત કાલરોએ સદી ફટકારી હતી જ્યારે ગુજરાતી ખેલાડી હાર્વિક દેસાઈએ 47 રન ફટકાર્યા હતાં. કેપ્ટન પૃથ્વી શો 29 રન અને શુભમ ગીલ 31 રન પર આઉટ થયો હતો. મેચના રિઝલ્ટ માટે ઓછામાં ઓછી 20 ઓવરો રમાવી જરૂરી હતી.

ગુજરાતી ખેલાડી એવા હાર્વિક દેસાઈએ ટીમ ઈન્ડિયા તરફથી વિકેટ કીપિંગ કરી રહ્યો છે ત્યારે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેણે 3 કેચ પકડ્ય હતાં. જ્યારે બેટિંગમાં પણ તેણે 47 રન ફટકાર્યા હતાં. જ્યારે હાર્વિક દેસાઈ ચોગ્ગો ફટકારીને વીનિંગ શોર્ટ ફટકાર્યો હતો. જ્યારે મનજોતે 101 રન ફટકાર્યા હતાં

આ અગાઉ ઓસ્ટ્રેલિયા 216 રનમાં ઓલઆઉટ થયું છે. ભારતને વર્લ્ડ કપ ફાઈનલ જીતવા માટે 217 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ પહેલા નવી વિકેટ જોનાથન મેરલો (76)ની અનુકૂલ રોયે લીધી હતી. ઊંચો શોટ રમવા જતા મેરલોનો શિવા સિંહે પકડ્યો હતો. બેક્ટર હોલ્ટ (10) ક્રીઝ પર છે. 45 ઓવર પુરી થયા બાદ 210 રન પર ઓસ્ટ્રેલિયાની નવ વિકેટ પડી ગઈ છે. વિલ સદરલેન્ડ (5)ને  વિકેટ પાછલ હાર્વિક દેસાઈએ શિવા સિંહની બોલ પર કેચ પકડ્યો હતો. શિવાએ 183ના સ્કોર પર નાથન મેક્સવીની (23)ને કોટ એન્ડ બોલ કર્યો હતો. આ પહેલા 134 રનના સ્કોર પર પરમ ઉપ્પલ (34)ને અનુકૂલ રોયે પોતાના બોલ પર કેચ કર્યો હતો.

59 રનના સ્કોર પર કમલેશ નાગરકોટીએ કંગારૂ કેપ્ટન જેસન સાંધા (13 રન)ને વિકેટકીપ હાર્વિક દેસાઈના હાથે કેચ કરાવ્યો હતો. આ પહેલા જેક એડવર્ડ્સ (28) અને મેક્સ બ્રાયન્ટ (14) રન બનાવીને આઉટ થયા હતા. બન્નેની વિકેટ ઈશાંત પોરેલે લીધી હતી. બીજી 52 રન પર અને પહેલી વિકેટ 32 રન પર પડી હતી.

આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી એડવર્ડ્સ અને બ્રાયન્ટે શરૂઆત કરી હતી.  બન્ને ટીમ અત્યાર સુધી વર્લ્ડ કપ ત્રણ-ત્રણ વખત જીતી ચૂકી છે.

First Published: Saturday, 3 February 2018 7:58 AM

ટોપ ફોટો

નાઈજેરીયા: આત્મઘાતી હુમલામાં 22 લોકોના મોત, 72થી વધુ ઘાયલ
આત્મવિલોપન કેસઃ કડી ભાજપના MLA પર ટપલીદાવ, કરશનભાઈ સોલંકી ઊભા રોડે દોડ્યા
પત્નીને બોયફ્રેન્ડ સાથે ફરતી જોઈ ગયો પતિ, જાણો પછી શું થયું
View More »

Related Stories

કેપી શર્મા ઓલી બીજી વખત બન્યા નેપાળના પ્રધાનમંત્રી
કેપી શર્મા ઓલી બીજી વખત બન્યા નેપાળના પ્રધાનમંત્રી

કાઠમાંડુ: નેપાળના કમ્યૂનિસ્ટ પાર્ટીના અધ્યક્ષ કેપી શર્મા ઓલી બીજી વખત

ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા જૈકબ ઝુમાનું દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું
ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા જૈકબ ઝુમાનું દક્ષિણ આફ્રિકાના...

જ્હોનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જૈકબ ઝુમાએ બુધવારો પોતાના પદ

માલદીવ સંસદ પર સૈન્યનો કબજો, સાંસદોને ઢસડીને બહાર કઢાયા
માલદીવ સંસદ પર સૈન્યનો કબજો, સાંસદોને ઢસડીને બહાર કઢાયા

નવી દિલ્હીઃ માલદીવમાં ચાલી રહેલા રાજકીય ગતિરોધ વચ્ચે સૈન્યએ સંસદ પર કબજો