IND vs SA: ટીમ ઈન્ડિયાની વાપસી, પ્રથમ દિવસે દક્ષિણ આફ્રિકાના 6 વિકેટે 269

By: abpasmita.in | Last Updated: Saturday, 13 January 2018 9:26 PM
IND vs SA: ટીમ ઈન્ડિયાની વાપસી, પ્રથમ દિવસે દક્ષિણ આફ્રિકાના 6 વિકેટે 269

સેન્ચુરિયનઃ  ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચોની ટેસ્ટ સીરિઝની આજે બીજી ટેસ્ટ મેચ સેંચુરિયનના સુપરસ્પોર્ટ્સ પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમે પ્રથમ દિવસે 6 વિકેટ ગુમાવી 269 રન બનાવી લીધા છે. ટીમ ઈન્ડિયાએ અંતિમ સેશનમાં જોરદાર વાપસી કરી છે.  સાઉથ આફ્રિકા તરફથી એબી ડિવિલિયર્સ(20), ડીન એલ્ગર(31), એડિન માર્કરામ(94 રને, હાશિમ આમલા(82 રન),ક્વિન્ટોન ડી કોક આઉટ થઈ ગયા છે. જ્યારે ફાફ ડુપ્લેસિસ(24 રન) અને કેશવ મહારાજ (10 રન) રમતમાં છે. પ્રથમ દિવસે અશ્વિને ત્રણ વિકેટ ઝડપી છે ત્યારે ઈશાંત શર્માએ એક વિકેટ લીધી હતી.

સાઉથ આફ્રિકાની ટીમમાં એલ એનજિડીએ ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે. ભારતની ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. શિખર ધવન, રિદ્ધિમાન સાહા, ભુવનેશ્વર કુમારને પડતા મુકવામાં આવ્યા છે. અજિંક્ય રહાણેનો ફરી એક વખત પ્લેઇંગ-11માં સમાવેશ કરવામાં આવ્યો નથી.
સતત નવ સીરીઝ જીતવાનો ભારતનો રેકોર્ટ દાવ પર છે. યજમાન ટીમે પહેલી ટેસ્ટ 72 રનોથી જીતી ત્રણ મેચોની સીરીઝમાં 1-0થી બઢત હાંસલ કરી લીધી છે. સીરીઝ જીતવા ભારત માટે આ ટેસ્ટ ‘કરો યા મરો’ની સ્થિતિ જેવી છે.

સેન્ચુરિયન ટેસ્ટ મેચમાં ટીમમાં નિયમિત વિકેટ કિપર રિદ્ધિમાન સાહાના બદલે અમદાવાદના પાર્થિવ પટેલનો સમાવેશ કરતાં ટીમ ઈન્ડિયામાં કુલ 4 ગુજરાતી ક્રિકેટરો રમી રહ્યા છે. ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ સૌરાષ્ટ્રનો ચેતેશ્વર પૂજારા, બરોડાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને કેપટાઉનમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર અમદાવાદનો જસપ્રીત બુમરાહ પ્રથમ ટેસ્ટમાં સામેલ હતા.

ભારતની ટીમ આ મુજબ છેઃ  મુરલી વિજય, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, રોહિત શર્મા, આર અશ્વિન, પાર્થિવ પટેલ, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા

સાઉથ આફ્રિકાની ટીમઃ એડિન માર્કરામ, ડીન એલ્ગર, હાશિમ અમલા, એબી ડીવિલિયર્સ, ફાફ ડુપ્લેસીસ, ક્વિન્ટોન ડી કોક, વેર્નોન ફિલાન્ડર, એલ એનજિડી, કેશવ મહારાજ, કાગિસો રબાડા, મોર્ની મોર્કલ

First Published: Saturday, 13 January 2018 1:05 PM

ટોપ ફોટો

ગુજરાતના રાજકારણમાંથી બેનની વિદાય, બન્યા MPના ગવર્નર, જાણો રાજકીય સફર
WhatsAppનું બિઝનેસ એપ થયું લોન્ચ, જાણો તેના ફિચર્સ
કડવાશ ભૂલી સાથે ડિનર કરતા જોવા મળ્યા કેજરીવાલ અને અરૂણ જેટલી, કોંગ્રેસનો કટાક્ષ
View More »

Related Stories

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવાયા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના...

અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના

મોરવા હડફના ધારાસભ્ય ભૂપેંદ્ર ખાંટનું આદિવાસી પ્રમાણપત્ર રદ્દ
મોરવા હડફના ધારાસભ્ય ભૂપેંદ્ર ખાંટનું આદિવાસી પ્રમાણપત્ર રદ્દ

અમદાવાદ: પંચમહાલના મોરવા હડફના ધારાસભ્ય ભુપેંદ્ર ખાંટનું આદિવાસીનું