આજે આફ્રિકા સામે ચોથી વન ડે, સીરિઝ જીતવાની ટીમ ઈન્ડિયા પાસે તક

By: abpasmita.in | Last Updated: Saturday, 10 February 2018 9:39 AM
આજે આફ્રિકા સામે ચોથી વન ડે, સીરિઝ જીતવાની ટીમ ઈન્ડિયા પાસે તક

જ્હોનિસબર્ગ: આજે જ્હોનિસબર્ગમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચોથી વન ડે. ભારત પાસે સીરિઝ જીતવાની તક છે. છ વન ડે મેચની સીરિઝમાં ત્રણ મેચમાં જીત મેળવી ભારતે 3-0થી લીડ મેળવી છે.
સીરિઝની ચોથી વન ડે આજે વાંડરર્સ મેદાન પર રમાશે. આ મેચમાં જો ભારત જીત મેળવશે તો સીરિઝ પોતાને નામે કરવામાં સફળ થશે.

વિરાટ બ્રિગેડનું હાલનું ફોર્મ જોતા લાગી રહ્યું છે કે ચોથી વન ડેમાં જીત મેળવી ટીમ વધુ એક ઈતિહાસ પોતાના નામે કરશે. કેપ્ટન કોહલી શાનદાર ફોર્મમાં રહેતા ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે અને અત્યાર સુધી સીરિઝમાં બે સદી ફટકારી ચુક્યો છે. શિખર ધવન પણ ફોર્મમાં છે. ભારત માટે ચિંતાનો વિષય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માનું ફોર્મ છે.

આ પ્રવાસ દરમિયાન ભારતની તાકાત પ્રથમ વખત બોલિંગમાં જોવા મળી છે. ટેસ્ટ સીરીઝમાં ફાસ્ટ બોલરોએ પોતાની કમાલ બતાવી તો વન ડેમાં સ્પિનર કુલદિપ યાદવ અને યજુવેંદ્ર ચહલની જોડીએ વિરોધીઓના નાકમાં દમ કરી રાખ્યો છે. આ જોડીએ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોને ધણા મુશ્કેલીમાં મુક્યા છે ભારતની જીત માટે તે મુખ્ય કારણ બન્યા છે.

First Published: Saturday, 10 February 2018 9:39 AM

ટોપ ફોટો

નાઈજેરીયા: આત્મઘાતી હુમલામાં 22 લોકોના મોત, 72થી વધુ ઘાયલ
આત્મવિલોપન કેસઃ કડી ભાજપના MLA પર ટપલીદાવ, કરશનભાઈ સોલંકી ઊભા રોડે દોડ્યા
પત્નીને બોયફ્રેન્ડ સાથે ફરતી જોઈ ગયો પતિ, જાણો પછી શું થયું
View More »

Related Stories

કેપી શર્મા ઓલી બીજી વખત બન્યા નેપાળના પ્રધાનમંત્રી
કેપી શર્મા ઓલી બીજી વખત બન્યા નેપાળના પ્રધાનમંત્રી

કાઠમાંડુ: નેપાળના કમ્યૂનિસ્ટ પાર્ટીના અધ્યક્ષ કેપી શર્મા ઓલી બીજી વખત

ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા જૈકબ ઝુમાનું દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું
ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા જૈકબ ઝુમાનું દક્ષિણ આફ્રિકાના...

જ્હોનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જૈકબ ઝુમાએ બુધવારો પોતાના પદ

માલદીવ સંસદ પર સૈન્યનો કબજો, સાંસદોને ઢસડીને બહાર કઢાયા
માલદીવ સંસદ પર સૈન્યનો કબજો, સાંસદોને ઢસડીને બહાર કઢાયા

નવી દિલ્હીઃ માલદીવમાં ચાલી રહેલા રાજકીય ગતિરોધ વચ્ચે સૈન્યએ સંસદ પર કબજો