ટીમ ઈંડિયાએ ન્યૂઝીલેન્ડને 6 રને હરાવ્યું, સીરિઝ 2-1થી જીતી, બુમરાહની 3 વિકેટ

By: abpasmita.in | Last Updated: Sunday, 29 October 2017 9:41 PM
ટીમ ઈંડિયાએ ન્યૂઝીલેન્ડને 6 રને હરાવ્યું, સીરિઝ 2-1થી જીતી, બુમરાહની 3 વિકેટ

નવી દિલ્હીઃ ગ્રીનપાર્ક સ્ટેડિયમ ખાતે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી અને અંતિમ વનડેમાં ટીમ ઈંડિયાએ ન્યૂઝીલેન્ડને 6 રને કારમી હાર આપી હતી. કિવી ટીમે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 337 રન કર્યા હતા. 338 રનના ટાર્ગેટ સામે ઉતરેલી કિવી ટીમે 49.4 ઓવરમાં 7 વિકેટના ભોગે 326 રન કરી લીધા છે. બુમરાહે 3 વિકેટ લીધી હતી.

અગાઉ ટીમ ઈન્ડિયાએ 338 રનનો પડકાર આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 6 વિકેટે 337 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 147 રન બનાવ્યા હતા. કોહલીએ 113 રન ફટકાર્યા હતા.  હાર્દિક પંડ્યા 8 રને આઉટ થયો હતો. આ સાથે  કોહલીના વન ડેમાં 9 હજાર રન પુરા થયા હતા. આ અગાઉ ન્યૂઝિલેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

 

First Published: Sunday, 29 October 2017 9:28 AM

ટોપ ફોટો

ભાજપના સાંસદના પત્નીને ટિકિટ ન મળતાં તેમણે પતિને આપી શું ધમકી?
ભાજપે ટિકિટ કાપતાં ક્યા ધારાસભ્યે લખ્યું: મારૂં એસેસમેન્ટ કરાયેલું કે સોપારી આપીને રાજકીય હત્યા?
પાટીદારોને OBC સ્ટેટસ આપી અનામતનો લાભ આપવાની દિશામાં ભરાયું મોટું કદમ, જાણો કઈ કામગીરી થઈ શરૂ ?
View More »

Related Stories