યોગીના UPમાં ટીમ ઈંડિયાનું કેસરિયો ઓઢાડીને કરાયું સ્વાગત, દીવાથી હોટલને શણગારાઈ

By: abpasmita.in | Last Updated: Thursday, 26 October 2017 5:06 PM
યોગીના UPમાં ટીમ ઈંડિયાનું કેસરિયો ઓઢાડીને કરાયું સ્વાગત, દીવાથી હોટલને શણગારાઈ

ઉત્તર પ્રદેશ: હાલ ચાલી રહેલી સીરિઝ માટે ટીમ ઈંડિયા અને ન્યૂઝીલેન્ડની ટીમ કાનપુર પહોંચી ગઈ હતી. અહીં ગુરુવારે સાંજે પહોંચેલી ભારતીય ખેલાડીઓનું ભગવાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ખેલાડીઓને કેસરિયા શૉલ ઓઢાડીને સમ્માનિત કરવામાં આવ્યા હતા. હોટલને પણ પારંપરિક અંદાજમાં શણગારવામાં આવી છે.

બતાવવામાં આવી રહ્યું છે કે ટીમ ઈંડિયા જે હોટલમાં રોકાઈ છે, તેમાં દીવાથી રોશની કરવામાં આવી છે. અહીં ખેલાડીઓને દેશી અંદાજમાં કુલ્હડમાં ચા પીવડાવવામાં આવશે. સાથે ખેલાડીઓને બનારસી પાન ખવડાવવામાં આવશે. ચાટનો સ્ટોલ પણ લગાવવામાં આવશે, જેથી ખેલાડીઓ પ્રેક્ટિસ દરમિયાન ચાટનો સ્વાદ માણી શકે. પ્લેયર્સના મસાજ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં અરોમા થેરેપી, થાઈ મસાજ, જિસ્ટ્રેસ મસાજ, હોટ સ્ટોન થેરેપી સિવાય સ્વીડિશ મસાજની સુવિધા પણ આપવામાં આવી છે.

ત્રણ વનડે મેચોની સીરિઝમાં હાલ ટીમ ઈંડિયા 1-1થી બરાબરી પર છે. પુણેમાં રમાયેલી બીજી વનડેમાં વિરાટ બ્રિગેડે કીવીઓને 6 વિકેટે હાર આપી હતી. હવે રવિવારે કાનપુરના ગ્રીન પાર્કમાં સીરિઝની અંતિમ મેચ રમાશે.

First Published: Thursday, 26 October 2017 5:06 PM

ટોપ ફોટો

ભાજપના સાંસદના પત્નીને ટિકિટ ન મળતાં તેમણે પતિને આપી શું ધમકી?
ભાજપે ટિકિટ કાપતાં ક્યા ધારાસભ્યે લખ્યું: મારૂં એસેસમેન્ટ કરાયેલું કે સોપારી આપીને રાજકીય હત્યા?
પાટીદારોને OBC સ્ટેટસ આપી અનામતનો લાભ આપવાની દિશામાં ભરાયું મોટું કદમ, જાણો કઈ કામગીરી થઈ શરૂ ?
View More »

Related Stories