Ind vs SA : કેપટાઉનમાં ટીમ ઈન્ડિયાની હાર, સાઉથ આફ્રિકા પ્રથમ ટેસ્ટ 72 રને જીત્યુ

By: abpasmita.in | Last Updated: Monday, 8 January 2018 9:06 PM
Ind vs SA :  કેપટાઉનમાં ટીમ ઈન્ડિયાની હાર, સાઉથ આફ્રિકા પ્રથમ ટેસ્ટ 72 રને જીત્યુ

કેપટાઉનઃ ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ કેપ્ટાઉનના ન્યૂલેંડ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર સાઉથ આફ્રીકાએ પ્રથમ ઈનિંગમાં 286 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી, ત્યારબાદ આફ્રીકાના બોલરોએ ટીમ ઈન્ડિયાને પ્રથમ ઈનિંગમાં 209 રન પર રોકી દિધા હતા. જોકે સાઉથ આફ્રિકાનો ધબડકો થતાં ભારતને જીતવા માટે 208 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારતને પ્રથમ ટેસ્ટ જીતવા માટે 208 રનનો પડકાર  આપ્યો હતો.  લક્ષ્યને સાધવા મેદાનમાં ઉતરેલી ટીમ ઈન્ડિયાની હાલત પણ સારી નથી. અને ટોપ ઓડર્સ સાઉથ આફ્રિકાના બોલર્સ સામે 135 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જે સાથે સાઉથ આફ્રિકા 72 રનથી વિજેતા બની છે.

રમતની શરૂઆતની બીજી જ ઓવરમાં આફ્રિકાનો બેટ્સમેન હાશિમ અમલા મોહમ્મદ શમીની ઓવરમાં 4 રનના અંગત સ્કોરે રોહિત શર્માના હાથે કેચ આઉટ થયો હતો. કેપ્ટન ડુ પ્લેસિસ 0, હાશિમ અમલા (4), ડિકોક આઠ રન જ બનાવી શક્યા હતા.

ભારતીય બોલર્સ સાઉથ આફ્રિકાને મોટો સ્કોર નોંધાવતા રોકી શકે છે. આ મેદાન પર ઓસ્ટ્રેલિયાએ 334 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.આ મેચમાં પણ પિચ ફ્લેટ બની ચૂકી છે. તેથી જો સાઉથ આફ્રિકા ભારતને 350 રનની આસપાસનો ટાર્ગેટ અને 120થી વધુ ઓવર રમવા આપે તો મેચ રોમાંચક બની શકે છે.

સાઉથ આફ્રિકા તેની પ્રથમ ઇનિંગમાં 286 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 4 વિકેટ લીધી હતી. ભારતની ટીમ પ્રથમ ઇનિંગમં 209 રન જ બનાવી શકતા યજમાન ટીમને 77 રનની લીડ મળી હતી. હાર્દિક પંડ્યાએ આક્રમક 93 રન બનાવ્યા હતા. ફિલાન્ડર અને રબાડાએ 3-3 વિકેટ લીધી હતી. બીજા દિવસના અંતે આફ્રિકાએ 2 વિકેટે 65 રન બનાવ્યા હતા.

First Published: Monday, 8 January 2018 2:06 PM

ટોપ ફોટો

Jioની રિપબ્લિક ડે ઓફર, ઘટાડી પ્લાનની કિંમત, 50% ડેટા મળશે વધારે, જાણો ઓફર્સ વિશે...
અમદાવાદ: 'પદ્માવત'ના વિરોધમાં તોડફોડ-આગચંપી, ટોળાને કાબૂમાં લેવા પોલીસનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ
‘વડનગર સામે વડગામ મોડલ ઉભું કરીશ’, શપથ લીધા પછી જીજ્ઞેશ મેવાણીએ કર્યું બીજું શું એલાન?
View More »

Related Stories