IND Vs SA: બીજા દિવસના અંતે ટીમ ઈન્ડિયાના 5 વિકેટે 183 રન, કોહલીના 85 રન

By: abpasmita.in | Last Updated: Sunday, 14 January 2018 9:36 PM
IND Vs SA: બીજા દિવસના અંતે ટીમ ઈન્ડિયાના 5 વિકેટે 183 રન, કોહલીના 85 રન

સેન્ચુરિયન: દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝની બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે પ્રથમ ઈનિંગમાં 335 રને ઓલ આઉટ થઈ ગઈ હતી. તેની સામે ભારતે પોતાની પ્રથમ ઈનિંગમાં બીજા દિવસના અંતે  5 વિકેટ ગુમાવી 183 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 85 રન અને હાર્દિક પંડ્યા 11 રને રમતમાં છે. ભારત હજુ પણ દક્ષિણ આફ્રિકાના સ્કોરથી 152 રન દૂર છે.  રોહિત શર્મા(10), પાર્થિવ પટેલ(19), મુરલી વિજય (46), લોકેશ રાહુલ (10), ચેતેશ્વર પૂજારા (0)આઉટ થઈ ગયા છે.

સાઉથ આફ્રિકા તરફથી એબી ડિવિલિયર્સ(20), ડીન એલ્ગર(31), એડિન માર્કરામ(94 રને, હાશિમ આમલા(82 રન),ક્વિન્ટોન ડી કોક, ફાફ ડુપ્લેસિસ(63 રન), કેશવ મહારાજ (18 રન) રન બનાવ્યા હતા.

સાઉથ આફ્રિકાની ટીમમાં એલ એનજિડીએ ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે. ભારતની ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. શિખર ધવન, રિદ્ધિમાન સાહા, ભુવનેશ્વર કુમારને પડતા મુકવામાં આવ્યા છે. અજિંક્ય રહાણેનો ફરી એક વખત પ્લેઇંગ-11માં સમાવેશ કરવામાં આવ્યો નથી.

સતત નવ સીરીઝ જીતવાનો ભારતનો રેકોર્ટ દાવ પર છે. યજમાન ટીમે પહેલી ટેસ્ટ 72 રનોથી જીતી ત્રણ મેચોની સીરીઝમાં 1-0થી બઢત હાંસલ કરી લીધી છે. સીરીઝ જીતવા ભારત માટે આ ટેસ્ટ ‘કરો યા મરો’ની સ્થિતિ જેવી છે.

First Published: Sunday, 14 January 2018 3:34 PM

ટોપ ફોટો

IPL 2018માં પ્રિતી ઝિન્ટાનો આવો અંદાજ પહેલા ક્યારેય નહીં જોયો હોય, જુઓ તસવીરો
નોકરીની લાલચ આપી એસપી નેતાએ મારા પર ગુજાર્યો ગેંગરેપ, યુપીમાં વધુ એક પીડિતાનો નેતા પર આરોપ
સુરતઃ IT ઓફિસરની યુવાન પત્નીએ પુત્ર સાથે 12માં માળેથી લગાવી મોતની છલાંગ, જાણો વિગત
View More »

Related Stories

IPL-11: મુંબઇ સામે રાજસ્થાન રોયલ્સની ત્રણ વિકેટે રોમાંચક જીત
IPL-11: મુંબઇ સામે રાજસ્થાન રોયલ્સની ત્રણ વિકેટે રોમાંચક જીત

મુંબઇઃ રાજસ્થાન રોયલ્સે મુંબઇ ઇન્ડિયન્સને ત્રણ વિકેટે હાર આપી હતી. ટોસ