IPL SRH vs MI: મુંબઈ ઈન્ડિયન્સે હૈદરાબાદને આપ્યો 148 રનનો લક્ષ્યાંક

By: abpasmita.in | Last Updated: Thursday, 12 April 2018 10:47 PM
 IPL SRH vs MI:  મુંબઈ ઈન્ડિયન્સે હૈદરાબાદને આપ્યો 148 રનનો લક્ષ્યાંક

હૈદરાબાદ: ઈન્ડિયન પ્રીમિયર લીગની સાતમી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મુંબઈએ 20 ઓવરમાં  8 વિકેટે  147 રન બનાવી હૈદરાબાદને જીત માટે 148 રનનો ટાર્ગેટ આપ્યો છે.
મુંબઈનો કોઈ પણ બેટ્સમેન 30 રનની વધારે રન બનાવી શક્યો નથી. લૂઈસે સર્વાધિક 29 રન બનાવ્યા ત્યારે સૂર્યકુમાર યાદવે અને કાયરન પોલાર્ડે 28 રન બનાવ્યા હતા.

ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે 1 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારે બીજી તરફ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 9 વિકેટથી આકરી હાર આપી હતી.

સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.  મેચ રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ સીઝનમાં અત્યાર સુધી તમામ મેચ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરનારી ટીમજ જીતી છે.

આ મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો લાગ્યો છે. હાર્દિક પંડ્યા આ મેચમાં નહીં રમે. તેની જગ્યાએ પ્રદીપ સાંગવાનને ટીમમાં સ્થાન મળ્યું છે. બીજી તરફ મિચેલ મેક્ક્લેનેઘને પણ પ્લેઈંગ ઈલેવનથી બહાર રાખવામાં આવ્યો છે. તેની જગ્યાએ બેન કટિંગને ટીમમાં સ્થાન મળ્યું છે. ત્યાં હૈદરાબાદને આ મેચમાં ભુવનેશ્વર કુમાર વગર ઉતરવું પડશે. તેની જગ્યાએ સંદિપ શર્માને લીધો છે.

First Published: Thursday, 12 April 2018 7:54 PM

ટોપ ફોટો

મેચ બાદ પ્રિટી ઝિંટા દોડીને કોને ભેટી પડી ને કયા ખેલાડી સાથે કર્યું ‘બલ્લે બલ્લે’, જાણો વિગત
મેરેજ પહેલાં જોવા મળ્યો સોનમ કપૂરનો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
હવે સુનીલ ગ્રોવર જોવા મળશે નવા અવતારમાં, આ ફિલ્મમાં બનશે સલમાન ખાનનો મિત્ર
View More »

Related Stories

એકજ દિવસમાં 'ન્યૂઝીલેન્ડ'ના આ 2 સ્ટાર ખેલાડીઓએ ક્રિકેટને કહ્યું અલવિદા, જાણો કોણ
એકજ દિવસમાં 'ન્યૂઝીલેન્ડ'ના આ 2 સ્ટાર ખેલાડીઓએ ક્રિકેટને કહ્યું...

નવી દિલ્હીઃ ક્રિકેટ માટે ગુરુવારનો દિવસ સંન્યાસ માટે ખાસ રહ્યો. એકજ