IPL 2018: મુંબઈ ઈન્ડિયન્સમાં જ રમશે રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા, ધોની-જાડેજાની ચૈન્નઈમાં વાપસી

By: abpasmita.in | Last Updated: Thursday, 4 January 2018 8:56 PM
IPL  2018: મુંબઈ ઈન્ડિયન્સમાં જ રમશે રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા, ધોની-જાડેજાની ચૈન્નઈમાં વાપસી

નવી દિલ્લી: ઈન્ડિયન પ્રીમિયર લીગ પોતાના નવા ધમાકા સાથે એકવાર ફરીથી તૈયાર છે. 11મી સિઝનની ધમાકેદાર શરૂઆત ગુરૂવારે તમામ ટીમોના રિટેન પ્લેયર સાથે થઇ. તમામ 8 ટીમો હરાજી પહેલાં આજે પોતાના ત્રણ સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓને રિટેન કરશે. આઇપીએલના નિયમ અનુસાર, પહેલી 10 સિઝન બાદ તમામ ખેલાડીઓના કોન્ટ્રાક્ટ પુરાં થઇ ગયા છે. એવામાં અનેક ખેલાડીઓની ટીમ નવી સિઝનમાં બદલાઇ જશે. જો કે, બીસીઆઈ રિટેન્શન નિયમો મુંજબ કુલ ત્રણ ખેલાડીઓની ટીમને પોતાની સાથે રાખી શકે છે. જ્યારે બે ખેલાડીઓને લઇને રાઇટ ટુ મેચનો ઉપયોગ કરી શકે છે. નિયમો પ્રમાણે, આજે કુલ 24 ખેલાડીઓના ભવિષ્યનો નિર્ણય થશે.

અત્યાર સુધી એક પણ ખિતાબ નહીં જીતનાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કેપ્ટન વિરાટ કોહલી, એબી ડેવિલિયર્સ, અને અનકેપ્ડ સરફરાઝ ખાનને રિટેન કર્યા છે.

વિરાટ કોહલીને આરસીબીએ 17 કરોડમાં રિટેન કર્યો છે. તેની સાથે કોહલી આઈપીએલમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.

બે વખત ચેમ્પિયન ચેન્નઇ સુપર કિંગ્સે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની(15 કરોડ), સુરેશ રૈના(11 કરોડ) અને રવિન્દ્ર જાડેજાને(7 કરોડમાં) રિટેન કર્યા છે.

ત્રણ વખત ચેમ્પિયન બનનાર મુંબઇ ઇન્ડિયન્સે કેપ્ટન રોહિત શર્મા(15 કરોડમાં), હાર્દિક પંડ્યા(11 કરોડમાં), જશપ્રિત બુમરાહ(7કરોડમાં) રિટેન કર્યા છે.

દિલ્હી ડેરડેવિલ્સએ ક્રિસ મોરિસ, શ્રેયસ ઐયર અને રિષભ પંતને રિટેન કર્યા છે.

કોલકત્તા નાઇટ રાઇડર્સે સુનિલ નરે અને એન્ડ્રે રસેલને રિટેન કર્યા.

સનરાઇઝર્સ હૈદરાબાદે કેપ્ટન ડેવિડ વોર્નર અને બોલર ભૂવનેશ્વર કુમારને રિટેન કર્યા.

બે વર્ષ બાદ વાપસી કરનાર રાજસ્થાન રોયલ્સ ટીમે કેપ્ટન સ્ટીવ સ્મિથને રિટેન કર્યો અજિંક્ય રહાણે હવે ઓક્શનમાં જશે.

કિંગ્સ ઇલેવન પંજાબે માત્ર અક્ષર પટેલને રિટેન કર્યો  છે.

રિટેનના નિયમ

નવી સીઝનમાં એક ટીમ માત્ર પાંચ ખેલાડીઓને પોતાની સાથે રિટેન કરી શકે છે. તેને રિટેન્શ પોલિસી અને રાઈટ ટૂ મેચની કેટેગેરીમાં વહેચવામાં આવી છે. આ નિયમ હેઠળ ટીમ બંન્નેમાં કોઈ પણ કેટેગરીમાં ત્રણથી વધારે ખેલાડીઓને રિટેન નથી કરી શકતી. ટીમ રાઈટ ટૂ મેચનો ઉપયોગ ઓક્શનના સમય પર કરી શકે છે જે 27 અને 28 જાન્યુઆરીએ થશે. જો કોઈ ટીમ એક પણ ખેલાડીને રિટેન નથી કરતી તો પણ ઓક્શનમાં તેને માત્ર ત્રણ ખેલાડીઓને રાઈટ ટૂ મેચ દ્વારા પોતાની ટીમમાં સામેલ કરવાની તક રહેશે.

રિટેન ખેલાડીઓની કિંમત: પ્રથમ ખેલાડી- 15 કરોડ, બીજો ખેલાડી- 11 કરોડ, ત્રીજો ખેલાડી- 7 કરોડ મળશે. જો હરાજી પહેલાં બે ખેલાડીઓ રિટેન કરે તો પ્રથમ ખેલાડીને 12.5 કરોડ અને બીજા ખેલાડી- 8.5 કરોડ મળશે. જો એક ખેલાડીને રિટેન કરવામાં આવે તો તે ખેલાડીને 12.5 કરોડ મળશે.

રિટેન પોલિસી હેઠળ વધુમાં વધુ ત્રણ કેપ્ડ ભારતીય ખેલાડી, બે વિદેશી ખેલાડી અને બે અનકેપ્ડ ખેલાડીને રાખી શકે છે.

First Published: Thursday, 4 January 2018 8:32 PM

ટોપ ફોટો

IPL 2018: યુવરાજ સિંહે ક્રિસ ગેલને લઈ કરી મોટી વાત, જાણો શું કહ્યું
કર્ણાટકમાં ભાજપ કે કોંગ્રેસ નહીં આ પાર્ટી બનશે કિંગમેકર, ઓપિનિયન પૉલમાં છે આગળ
શાઓમીનો મિડ રેન્જ સ્માર્ટફોન Mi 6X ટૂંક સમયમાં થશે લોન્ચ, લીક થયા ફીચર્સ
View More »

Related Stories