નવી દિલ્હીઃ આજે આઇપીએલમાં આઠમી મેચ રમાશે. પહેલી મેચમાં હાર બાદ રૉયલ ચેલેન્જર્સ બેંગલોર ઇન્ડિયન પ્રીમયર લીગની મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબ વિરુધ્ધ આજે મેદાનમાં ઉતરશે, આજની મેચમાં આરસીબી જીતીને પોતાની રિધમ પાછી મેળવવા પ્રયત્ન કરશે, આ પહેલાની મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે તેને માત આપી હતી. તો સામે પંજાબ પણ આજની મેચ જીતીને પૉઇન્ટ ટેબલમાં પોતાનું સ્થાન ઉપર કરવા પ્રયત્ન કરશે.